સજાનાં વોરંટમાં નાસતો ફરતો અશોક બેડીયા પકડાયો

સજાનાં વોરંટમાં નાસતો ફરતો અશોક બેડીયા પકડાયો
સજાનાં વોરંટમાં નાસતો ફરતો અશોક બેડીયા પકડાયો

 રાજકોટ કોર્ટના સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.  એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. કલ્પેશભાઈ બોરીચા અને પો.કોન્સ. રઘુવીરદાન ઈશરાણીએ બાતમી આધારે સજાના વોરંટમાં નાસતા ફરતા અશોક મોહન બેડીયા રે. શ્રધ્ધાનંદ હરિજનવાસ મોચી બજાર સરકારને ઝડપી લઈ જયુ.હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

 આ કામગીરી પીઆઈ આર.જી. બારોટ, એએસઆઈ એમ.વી. લુવા, બી.વી. ગોહિલ, કિશનભાઈ આહીર, સંજયભાઈ ચૌહાણે કરી હતી.