રાજકોટ તાલુકા પોલીસના જણાવ્યા મુજબ, રીયાઝશા બસીરશા સરવદી (ઉ.વ. 20, રહે- રસુલપરા, રવેચીનગર, શેરી નં. 1, ગોંડલ રોડ, રાજકોટ) ગઈ તા.8/2/2024ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યે પોતાના ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર નીકળી ગયેલ.
જે પછી પરિવારજનોએ તેની શોધખોળ કરેલી પણ મળી ન આવતા તા.20/2/2024ના રોજ પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી. પોલીસે તેની શોધખોળ કરતા આજદિન સુધી મળી ન આવતા ઉપરોક્ત ગુમ થનારનો ફોટો છે.
તેમાં દેખાતા આ યુવકની કોઈ પાસે માહિતી હોય તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નં. 0281-2563340 અથવા 6359627415 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.