સાહિત્ય સેતુ આયોજીત લઘુકથા સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સાહિત્ય સેતુ આયોજીત લઘુકથા સ્પર્ધાના વિજેતાઓ જાહેર
સાહિત્ય સેતુ આયોજીત લઘુકથા સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા ગુજરાતી સાહિત્યના ભાષાના પ્રચાર-પ્રસાર માટે સતત નવી નવી પ્રવૃતિ થતી રહે છે.જે અંતર્ગત સાહિત્યનું નમણું નાજુક છતાં મહેકતું સ્વરૂપ એટલે લઘુકથા સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં રાજકોટ શહેર ઉપરાંત અમદાવાદ, ભાવનગર, સુરત, બરોડા, મુંબઈ, નવસારી, પાલીતાણા, અમરેલી, સહિતના સમગ્ર ગુજરાતના ગામ-નગરમાંથી 181 સ્પર્ધકોએ લઘુકથા સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. લઘુકથા સ્પર્ધાના વિજેતાઓમાં હિતાબેન રાજયગુરૂ (પ્રથમ-બોટાદ) રેનાબેન સુથાર (દ્વિતિય-અમદાવાદ) વિજય ટાંક (તુતીય રાજકોટ) તેમજ આશ્ર્વાસન ઈનામ મેળવનારા રાજેશ વાઘેલા (અમરેલી),શિલ્પી બુરેઠા (ધાનેરા), ધર્મેશ ગાંધી (નવસારી) શૈલેષ પંડયા (જામનગર) હરિવદન જોષી (ભરૂચ) તેમજ ભારતીબેન ગોહિલ (અમરેલી) તમામ વિજેતાઓ જાહેર થયેલ.