સાંઢીયા પુલ બાજુમાં સર્વિસ રોડનું કામ ચાલુ : તુરંતમાં જાહેરનામુ આવશે

સાંઢીયા પુલ બાજુમાં સર્વિસ રોડનું કામ ચાલુ : તુરંતમાં જાહેરનામુ આવશે
સાંઢીયા પુલ બાજુમાં સર્વિસ રોડનું કામ ચાલુ : તુરંતમાં જાહેરનામુ આવશે

આવવા માટેના વર્ષો જુના કનેકશન જેવા સાંઢીયા પુલની જગ્યાએ નવો ફોરલેન બ્રીજ બનાવવાના કામનું ચૂંટણી જાહેર થતા પૂર્વે મુખ્યમંત્રીએ ભૂમિપૂજન કર્યુ હતું. લાંબી આચારસંહિતા ન નડે તે માટે મનપા શાસકોએ તાત્કાલીક કામ મંજૂર કર્યુ હતું. હવે જુનો પુલ તોડવા માટે પોલીસ જાહેરનામુ બહાર પાડવાની છે અને રસ્તો બંધ થવાનો છે. તે પૂર્વે જામનગર રોડથી આવતો ટ્રાફિક ભોમેશ્ર્વર મંદિર તરફ વળી શકે તે માટે સર્વિસ રોડનું કામ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે.

જે કામ પુરૂ થાય અને રોડ ધમધમતો થાય તે બાદ જ  પુલ બંધ થશે. પુલ તોડવાનું કામ પણ મોટુ છે. આથી ચોમાસા પૂર્વે નવા બ્રીજનું કામ શરૂ થઇ જાય તેવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. લોકોએ લગભગ બે વર્ષ સુધી પુલના બદલે આ સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો છે. તસ્વીરમાં આ વૈકલ્પિક રોડનું ચાલી રહેલું કામ નજરે પડે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)