વિશ્વનું અનોખું ગામ, જ્યાં દરેક હાથીનો પોતાનો ફ્લેટ અને સ્વિમિંગ પુલ

વિશ્વનું અનોખું ગામ, જ્યાં દરેક હાથીનો પોતાનો ફ્લેટ અને સ્વિમિંગ પુલ
વિશ્વનું અનોખું ગામ, જ્યાં દરેક હાથીનો પોતાનો ફ્લેટ અને સ્વિમિંગ પુલ

વિશ્વમાં માનવ વસ્તી 8 અબજને વટાવી ગઈ છે. જો આપણા જ દેશની વસ્તીની વાત કરીએ તો તે દોઢ અબજ સુધી પહોંચવાની નજીક છે. વધતી જતી વસ્તીના દબાણને કારણે ધીમે ધીમે જંગલો કાપવામાં આવી રહ્યા છે અને માનવીઓ માટે રહેણાંક વસાહતો બનાવવામાં આવી રહી છે.

કદાચ આ જ કારણ છે કે તમે અવારનવાર દીપડા જેવા પ્રાણીઓના ઘરોમાં ઘૂસવાના સમાચાર સાંભળો છો. આવી સ્થિતિમાં, જો તમને ખબર પડે કે તમારા જ દેશમાં હાથીઓને સમર્પિત ગામ છે તો તમને કેવું લાગશે? હા, એટલું જ નહીં, અહીં આવવા માટે માણસોએ ફી ચૂકવવી પડે છે. આ ગામનું નામ છે ’હાથી ગાંવ રાજસ્થાનની રાજધાની જયપુર પાસે આવેલું છે. અહીં 80 થી વધુ હાથીઓ રહે છે. 

આ ગામમાં તમને ફક્ત હાથીઓ જ ફરતા જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે અહીં રહેતા દરેક હાથી પાસે પોતાનો ફ્લેટ છે, એટલે કે તેના રહેવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે આ ગામમાં એક કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ નહાવાની મજા માણી શકે છે. 

હાથીઓનું આ ગામ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જ્યાં ડોક્ટરોની ટીમ 24 કલાક હાજર રહે છે. આ ગામને વર્ષ 2005માં ‘હાથી ગામ’ નામ આપવામાં આવ્યું છે. હાથીઓ માટે બનેલા આ ગામમાં ઘણા માહુતો પોતાનું ગુજરાન ચલાવે છે. જો તમે જયપુરની મુલાકાત લેવાનું વિચારો તો આ ’હાથી ગામ’ એ ચોક્કસપણે જવું. અહીં તમે હાથીની સવારીની મજા પણ માણી શકો છો.

જયપુર નજીક આવેલું આ ગામ કુલ 140 વીઘા જમીનમાં ફેલાયેલું છે. એવું કહેવાય છે કે, આ ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજું હાથી ગામ છે (આ ગામ આમેર કિલ્લાથી લગભગ 4 કિલોમીટરના અંતરે આવેલું છે. આમેર કિલ્લામાં જે હાથીઓ સવારી કરે છે તે આ હાથી ગામમાંથી આવે છે.)