હાર્દિક-કૃણાલ પંડયા સાથે સાવકા ભાઈએ જ રૂા.4.3 કરોડની છેતરપીંડી કરી

હાર્દિક-કૃણાલ પંડયા સાથે સાવકા ભાઈએ જ રૂા.4.3 કરોડની છેતરપીંડી કરી
હાર્દિક-કૃણાલ પંડયા સાથે સાવકા ભાઈએ જ રૂા.4.3 કરોડની છેતરપીંડી કરી

ભારતીય ક્રિકેટમાં પંડયા બ્રધર્સની ચર્ચા છે. હાર્દિક પંડયા ટીમ ઈન્ડીયાનો એક મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર છે તો તેનો ભાઈ કૃણાલ પંડયા પણ આઈપીએલ સહિતની ગેમમાં તેના પ્રદર્શનથી ખ્યાતનામ બન્યા છે પણ હાલમાં જ તેના એક સાવકા ભાઈએ બન્ને સાથે રૂા.4.3 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ પરથી તેમના સાવકા ભાઈ વૈભવ પંડયાની ધરપકડ થઈ હતી.

હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડયા હશે તેમના સાવકા વૈભવ પંડયા સાથે પોલીયેસ્ટરનો બિઝનેસ પાર્ટનરશીપ ફર્મમાં ચાલુ કર્યો હતો જેમાં બન્ને ક્રિકેટર બંધુએ 40-40% મુડી અને વૈભવે 20% મુડી કાઢી હતી તથા કૃણાલ પંડયા ધંધાનું સંચાલન કરતો હતો તથા નફામાં સમાન ભાગીદારી હતી.

હાર્દિક અને તેના ભાઈએ રૂા.4.3 કરોડ રોકયા હતા પણ વૈભવ પંડયાએ છેતરપીંડી જ કરવા માટે એક સમાંતર પેઢી ખોલીને તેમાં બીઝનેસ ટ્રાન્સફર કરીને બાદમાં પંડયા ભાઈઓ સાથેના ધંધામાં રૂા.3 કરોડની ખોટ દર્શાવી હતી અને રૂા.1 કરોડ તેના ખાતામાં ટ્રાન્સફર પણ કરી દીધા હતા.

બાદમાં હાર્દિકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ અંગે હિસાબ તપાસતા છેતરપીંડી બહાર આવી હતી અને વૈભવ પંડયા સામે છેતરપીંડી વિ.ની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા હવે તેની ધરપકડ કરીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.