આગામી તા.22મીના અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે 500 કરોડના આસામી પતિ-પત્ની દીક્ષા અંગીકાર કરશે

આગામી તા.22મીના અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે 500 કરોડના આસામી પતિ-પત્ની દીક્ષા અંગીકાર કરશે
આગામી તા.22મીના અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે 500 કરોડના આસામી પતિ-પત્ની દીક્ષા અંગીકાર કરશે

 રિવરફ્રન્ટ પર 22 એપ્રિલ જૈન સમાજનો સૌથી મોટો દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં એક સાથે 35 મુમુક્ષુ દીક્ષા લેશે. હિંમતનગરના ભંડારી પરિવારના કરોડપતિ પતિ-પત્ની દીક્ષા અંગીકાર કરશે. 500 કરોડની મિલકતો ધરાવતો ભંડારી પરિવાર અડધી મિલકત પરિવારને આપશે અને બાકીની મિલકત જૈન સમાજના કલ્યાણ માટે વાપરશે.

 મુમુક્ષુ ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી હિંમતનગરમાં શ્રોફની પેઢી ચલાવે છે. હિંમતનગર ઉપરાંત અમદાવાદમાં તેમની કરોડોની સંપત્તિ આવેલી છે. 46 વર્ષના ભાવેશ ભંડારીએ કહ્યું, તેમના બે સંતાને એક વર્ષ પહેલા સુરતમાં દીક્ષા લીધી હતી. તેમાંથી પ્રેરણા મેળવી મેં અને મા પત્ની જીનલે દીક્ષા અંગીકાર કરવાનું નકકી કયુર્ં છે. એક વર્ષ પહેલાં તેમના 16 વર્ષના પુત્ર અને 19 વર્ષની પુત્રીએ સંયમનો માર્ગ અપનાવ્યો હતો.

 દીક્ષા પછી પુત્રને સાત્વિક તિલક મ.સા. અને પુત્રીને સાધ્વીજી નંદિતાશ્રીજી મ.સા. નામ મળ્યું હતું. પતિ-પત્ની મુમુક્ષુએ હવે પ.પૂ. યોગતિલક મ.સા.ની નિશ્રામાં દીક્ષા લેવાનું નકકી કયુર્ં છે. તેમનું કહેવું છે કે, દીકરા-દીકરીનો સંયમ માર્ગ જોયા પછી એવું લાગ્યું કે, પૈસા અને સંસાર માત્ર મોહમાયા છે.
 

પ્રેરણા
 મુમુક્ષુ ભાવેશ ભંડારીએ કહ્યું આચાર્ય ભગવંતોના પ્રવચનો સાંભળી તેમજ તેમના પુસ્તકો વાંચી દીક્ષા લેવાનો વિચાર મનમાં આવ્યો હતો. પુત્ર-પુત્રીએ સંયમનો માર્ગ અપનાવ્યો પછી તેમનો સંતોષ અને આનંદમય જીવનશૈલી જોઈને અમે પતિ-પત્નીએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

સંયમનો માર્ગ
 ભાવેશ ભંડારીના 42 વર્ષના પત્ની જીનલબહેને કહ્યું. પ.પૂ. હિતરક્ષાશ્રીજી મ.સા. સાથે ગુરૂકુળવાસમાં રહ્યા પછી લાગ્યું કે, સંયમનો માર્ગ જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. છેલ્લા 2 વર્ષથી મુમુક્ષ તરીકેનું જીવન વિતાવ્યા પછી મહારાજ સાહેબે દીક્ષા લેવાની આજ્ઞા આપી હતી.

વરસીદાનનો વરઘોડો
 ભાવેશ ભંડારી પરિવારે હિંમતનગર ખાતે ભવ્ય વરસીદાનના વરઘોડાનું આયોજન કયુર્ં હતું. જેમાં જૈન સમાજના તમામ લોકો જોડાયા હતા. વરસીદાન બાદ હિમતનગર ખાતે ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.