કણકોટનાં સર્વે નંબર 342ની રૂા.10 કરોડની સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવામાં રેવન્યુ તંત્રને કોની શરમ નડે છે?

કણકોટનાં સર્વે નંબર 342ની રૂા.10 કરોડની સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવામાં રેવન્યુ તંત્રને કોની શરમ નડે છે?
કણકોટનાં સર્વે નંબર 342ની રૂા.10 કરોડની સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવામાં રેવન્યુ તંત્રને કોની શરમ નડે છે?

રાજકોટ જિલ્લાના કણકોટ સર્વે નં.342 પૈકીમાં આવેલ કરોડો રૂપિયાની બજાર કિંમતની સરકારી ખરાબાની જમીનમાં એક ભૂમાફીયા દ્વારા ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવેલ છે. આ દબાણો સામે ખુદ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે. અને તાકીદે આ દબાણ હટાવી દેવા માટે આજથી બે માસ અગાઉ જિલ્લા કલેકટર અને રાજકોટ તાલુકા મામલતદાર, તંત્રને લેખીતમાં રજૂઆતો કરાઈ છે. છતા આજ દિવસ સુધી તંત્રવાહકોએ આ ગંભીર પ્રશ્નને ગંભીરતાથી લીધો નથી અને દબાણો હજુ યથાવત છે. આથી ગ્રામજનો દ્વારા હવે આ પ્રશે્ન મુખ્યમંત્રીને પણ પત્ર પાઠવ્યો છે.

દબાણ તાત્કાલિક હટાવી ભૂમાફીયા સામે લેન્ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી પત્રમાં જણાવેલ છે કે કણકોટ ગામના ખરાબા સર્વે નં.342ની કિંમતી જમીન ખરાબામાં આવેલ છે. આ સરકારી જમીન હડપ કરી જવાના એકમાત્ર બદઈરાદે બાજુમાં આવેલ ખેતીની જમીનના માલીક ગેરકાયદેસર દબાણ કરી પ્રીકાસ્ટેડ કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છે.

સરકારી ખરાબાની સર્વે નં. 342 પૈકીની આશરે 1 એકર જેટલી જમીન પર દાદાગીરીથી દબાણ કરી ગેરકાયદેસર દબાણ અટકાવવા માટે ખુબજ પ્રયત્નો કરેલ છે. તેમજ રૂબરૂ મળીને પણ વિનંતી કરેલ છે. પરંતુ દબાણ કરનાર વ્યકિત ખુબજ વગદાર હોય દાદ આપવા તૈયાર નથી ને સામેથી ધમકી આપ્યા કરે છે. દબાણ કરવામાં આવેલ જમીનની કિંમત આશરે 10 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. જે જમીન કૃષ્ણનગર ટેલીકોમ્યુનીકેશન (રડાર સ્ટેશન)ને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ છે.

 સરકારી ખરાબાની કિંમતી જમીન ગણવામાં આવે છે અને હાલ પ્રવર્તમાન સરકારી નિયમ મુજબ કોઈપણ સંજોગોમાં જમીન આપી શકાતી નથી કે રેગ્યુલરાઈઝડ થઈ શકતી નથી. સરકારી ખરાબાની જમીન બાબતે સરકાર ખુબજ સખ્તાઈથી કામ કરી રહેલ છે. અને આ બાબતે ગુજરાત રાજયમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ હેઠળ દબાણ કરનાર સામે ખુબજ કડક કાયદાનું પાલન કરાવી રહ્યા છે તેમજ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ પણ જીલ્લા કલેકટર કાનૂની રાહે પગલા ભરી રહ્યા છે. ત્યારે આવું કૃત્ય કરનારની સામે સરકારી તંત્ર સખ્ત કાયદેસર પગલા ભરી ગેરકાયદેસર દબાણ તુર્તજ હટાવવું જરૂરી છે અન્યથા ગામના બીજા લોકો પણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરી લેશે.

 કણકોટ ગામ કૃષ્ણનગર ગામ તેમજ રામનગર ગામના ખેડૂત ખાતેદારો સરકારી જમીન પર કરવામાં આવતા દબાણોથી સખ્ત નારાજ છે.  ઉપરોકત લોક લાગણીને ધ્યાનમાં લઈ આ સરકારી જમીન ઉપરનું દબાણ તુર્ત જ હટાવવા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કે આંદોલન કરાશે.