એરપોર્ટ ફાટક, મનહર પ્લોટ, ગંગોત્રી પાર્કના રસ્તે વોંકળાઓની સઘન સફાઇ

એરપોર્ટ ફાટક, મનહર પ્લોટ, ગંગોત્રી પાર્કના રસ્તે વોંકળાઓની સઘન સફાઇ
એરપોર્ટ ફાટક, મનહર પ્લોટ, ગંગોત્રી પાર્કના રસ્તે વોંકળાઓની સઘન સફાઇ

વોર્ડ નં. 2, 4, 5, 6, 7, 9માં જેસીબી અને મજૂરોથી ચાલતું સફાઇ અભિયાન

મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ પ્રિ-મોન્સૂન વોકળા સફાઈ અંતર્ગત વોર્ડ નં.2, 4, 5, 6, 7 અને 9માં આવેલ વોંકળાની સફાઈ કરવામાં આવી હતી.

પૂર્વ ઝોનના વોર્ડ નં.4 ધોળકીયા સ્કૂલ પાસે, વોર્ડ નં. 5 ચામુંડા ટી સ્ટોલ પાસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે, વોર્ડ નં.6 શાળા નં 13 અને ટી.સી. પાસે, વોર્ડ નં.4 વોર્ડ ઓફિસ સામે, રોહિદાસપરા વોકળામાં જેસીબી ડમ્પરથી સફાઈની કામગીરી કરવામાં આવેલ હતી.

મધ્ય ઝોનના વોર્ડ નં.7 મણી માની વાડીમાં, મનહર પ્લોટ-8, વોર્ડ નં.2 જૈન દેરાસર પાસે, એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ વોકળા સફાઈ કરવામાં આવેલ હતી. જયારે પશ્ચિમ ઝોનના વોર્ડ નં.9 રૈયા, પામ યુનિવર્સ પાસે તથા સવન એપાર્ટમેન્ટ પાસે મેન્યુલ તથા જેસીબી ડમ્પર દ્વારા વોકળા સફાઈ કરવામાં આવેલ હતી.

કમિશનર આનંદ પટેલ તથા ડે.કમિશનર સ્વપ્નિલ ખરેની સુચના અનુસાર શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી પર્યાવરણ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.