છૂટાછેડા બાદ પુર્વ પત્નીના ઘરેલું હિંસા સામે રક્ષણના અધિકાર ખત્મ: સર્વોચ્ચ અદાલત

છૂટાછેડા બાદ પુર્વ પત્નીના ઘરેલું હિંસા સામે રક્ષણના અધિકાર ખત્મ: સર્વોચ્ચ અદાલત
છૂટાછેડા બાદ પુર્વ પત્નીના ઘરેલું હિંસા સામે રક્ષણના અધિકાર ખત્મ: સર્વોચ્ચ અદાલત

છુટાછેડા લેનાર પતિઓને એક મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એક વખત ડિવોર્સ મળી ગયા બાદ પુર્વ પત્ની તેના પુર્વ પતિ સામે ઘરેલુ હિંસા કે ક્રુરતાનો કેસ કરી શકે નહી. સર્વોચ્ચ અદાલતે આ અંગે એક મહત્વના ચૂકાદામાં બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમકોર્ટને જે ખાસ સતા મળી છે તેનો ઉપયોગ કર્યો હતો અને ઈન્ડીયન પીનલ કોડની ધારા 498 એ હેઠળ પતિ સામે જે ક્રુરતાનો આરોપ હેઠળ કેસ ચાલે છે.

તે જોગવાઈ જ રદ કરી દીધી છે. આ કેસમાં અરૂણ જૈન નામના વ્યક્તિએ 1996માં લગ્ન કર્યા હતા અને બાદમાં પણ બનાવ થતા 2013માં તેઓએ છુટાછેડા એક સમજુતીના ભાગરૂપે લીધા હતા.

આ છુટાછેડાના છ માસ બાદ પુર્વ પત્નીએ તેના પુર્વ પતિ અને તેના માતા-પિતાની સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને એફઆઈઆર પણ દાખલ થઈ પણ છુટાછેડા લેનાર પતિએ આ પ્રકારની કાર્યવાહી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી જયાં તેની અરજી નકારતા તેણે સુપ્રીમમાં તેની સામે અપીલ કરી હતી જેમાં ન્યાયમૂર્તિ બી.બી.નાગરત્નની ખંડપીઠે કલમ 142 હેઠળ આ કેસ અને જેમાં 498-એ નો જે ઉપયોગ થયો હતો.

તેના પર નિરિક્ષણ વ્યકત કરી જણાવ્યું કે આ અપરાધ સંબંધી કાનૂનનો દુરઉપયોગ છે. કારણ કે ફેમીલી કોર્ટ જ બન્નેને સંમતીથી છુટાછેડા આપ્યા હતા. આ ઉપરાંત મહિલાએ 2008માં પ્રોટેકશન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ- ઘરેલું હિંસા વિરોધી કાનૂન હેઠળ જે કેસ કર્યા હતા.

તે અદાલતે યોગ્યતાના રદ કર્યો હતો અને તેની સામે મહિલાએ અપીલ પણ કરી ન હતી અને હવે યુગલ અલગ થયું છે તે સમયે જૂના મતભેદો તે જીવંત રાખીને કાનૂની કાર્યવાહીના કોઈ અર્થ નથી.