પેટીએમ પેમેન્ટ્સ બેંકને વધુ એક ઝાટકો, હવે CEO સુરિન્દર ચાવલાએ રાજીનામું આપ્યું

પેટીએમ પેમેન્ટ્સ બેંકને વધુ એક ઝાટકો, હવે CEO સુરિન્દર ચાવલાએ રાજીનામું આપ્યું
પેટીએમ પેમેન્ટ્સ બેંકને વધુ એક ઝાટકો, હવે CEO સુરિન્દર ચાવલાએ રાજીનામું આપ્યું

પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં છેલ્લાં ઘણાં દિવસથી બધું યોગ્ય નથી ચાલુ રહ્યું. સંકટમાં ફસાયેલી પેમેન્ટ કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO સુરિન્દર ચાવલાએ 8 એપ્રિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે પીટીએમ પેમેન્ટ્સ બેંકની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશને સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી છે.

કંપનીએ જણાવ્યું કે, ચાવલાએ આ રાજીનામું પર્સનલ કારણસર અને યોગ્ય. કરિયર માટે આપ્યું છે. આ રાજીનામું પેટીએમ પેમેન્ટ્સ બેંક પર ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી અને નિર્દેશો અંતર્ગત અનેક બેંકિગ સેવાઓ બંધ કર્યાને લગભગ એક મહિના બાદ આવ્યું છે. આ પહેલાં 26 ફેબ્રુઆરીએ વિજય શેખર શર્માએ સંકટગ્રસ્ત PPBL બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું.

વન 97 કોમ્યુનિકેશન્સે પોતાની રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું- MD અને CEO સુરિન્દર ચાવલાએ અંગત કારણસર અને યોગ્ય કરિયરની સંભાવનાઓ શોધવા માટે 8 એપ્રિલ, 2024નાં રોજ રાજીનામું આપ્યું છે.

તેમણે 26 જૂન, 2024 પછી મુક્ત કરવામાં આવશે. ચાવલાએ ગત વર્ષે જાન્યુઆરીમાં જ કંપની સાથે જોડાયા હતા. પરંતુ તેમના કાર્યકાળમાં રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડ્સના વારંવાર ઉલ્લંઘનના કારણે હાલમાં જ RBIના કડક નિર્દેશો અંતર્ગત આવી ગઈ.