શું આ ઇદ બોક્સ ઓફિસ પર રોનક લાવશે? ‘બડેમિયા છોટેમિયા’ અને ‘મૈદાન’ પર મિટ

શું આ ઇદ બોક્સ ઓફિસ પર રોનક લાવશે? ‘બડેમિયા છોટેમિયા’ અને ‘મૈદાન’ પર મિટ
શું આ ઇદ બોક્સ ઓફિસ પર રોનક લાવશે? ‘બડેમિયા છોટેમિયા’ અને ‘મૈદાન’ પર મિટ

ફિલ્મ નિર્માતાઓ ઇદ પર ફિલ્મની રીલીઝ પસંદ કરતાં હોય છે. ખાસ કરીને સલમાન ખાન પોતાની નવી ફિલ્મની રીલીઝ ઇદના તહેવારમાં કરતાં હોય છે. પરંતુ કોરોના બાદ છેલ્લા કેટલાય વર્ષોથી ઇદ પર રીલીઝ થયેલી ફિલ્મો ખાસ ચાલી નથી. છેલ્લે 2019માં સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મે ઇદના દિવસે રીલીઝ થઇ કમાણી કરી હતી.

આ વર્ષે પહેલી ત્રિમાસિકમાં રીલીઝ થયેલી ફિલ્મો ખાસ કંઇ ઉકાળી શકી નથી ત્યારે ઇદ પર રીલીઝ થનાર અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડેમિયા છોટેમિયા’ અને અજય દેવગન સ્ટારર ‘મેદાન’ પર સૌની નજરે છે. શું આ ફિલ્મો બોક્સ ઓફિસ પર રોનક લાવશે? ખરેખર તો આ ફિલ્મો 10 એપ્રિલે રીલીઝ ડેટ નિર્માતાોએ બ્લોક કરી રાખી હતી. ત્યાં સુધી કે રવિવારે તેનું ટિકિટ બુકીંગ પણ શરૂ થઇ ગયું હતું. 

હવે નિર્માતાઓએ અચાનક આ ફિલ્મોને 11 એપ્રિલ એટલે કે ઇદના દિવસે રીલીઝ કરવાનું નક્કી કર્યું છે. માનવામાં આવે છે કે ઇદના દિવસે રીલીઝ ફિલ્મો બોક્સ ઓફિસ સારો દેખાવ કરે છે. જો કે આ વાત બધી વખત સાચી નથી પડતી. સલમાનની ઇદના દિવસે રીલીઝ ‘ટ્યુબલાઇટ’ અને ‘રેસ-3’ જેવી ફિલ્મો સારો દેખાવ નહોતી કરી શકી.

કોરોના બાદ ઇદ પર કમાણી ઘટી
કોરોના બાદ 2022માં જ્યારે સિનેમા હોલ ખુલ્યા તો ઇદ પર સલમાન ખાનની કોઇ ફિલ્મ રીલીઝ માટે તૈયાર નહોતી આ પરિસ્થિતિમાં અજય દેવન અને અમિતાભ બચ્ચનની ‘રનવે-34’ અને ટાઇગર શ્રોફની ‘હીરોપંતિ-2’એ મોરચો સંભાળ્યો હતો. માનવામાં આવતું હતું કે આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખોવાયેલી રોનક પાછી લાવશે પણ અફસોસ નબળા ક્ધટેન્ટના કારણે લોકોએ આ ફિલ્મોને નકારી કાઢી હતી.

કેટલીક જગ્યાએ તો આ ફિલ્મોના શો કેન્સલ કરવા પડ્યા હતા. આજ રીતે ગત વર્ષે સલમાન ખાનની ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ઇદ પર બોક્સ ઓફિસે રોનક લાવી દેશે તેવી આશા હતી પણ આ ફિલ્મ પણ પહેલા દિવસે માત્ર 16 કરોડ જ કમાઇ શકી હતી.

જાણકારો કહે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી બોક્સ ઓફિસ પર ઇદ ફીક્કી થઇ રહી છે. હવે ‘બડેમિયા છોટેમિયા’ અને ‘મેદાન’ પર સૌની મીટ છે.