શેરબજારમાં 400 પોઇન્ટની તેજી: નિફટીએ ફરી નવો ‘હાઇ’ બનાવ્યો

શેરબજારમાં 400 પોઇન્ટની તેજી: નિફટીએ ફરી નવો ‘હાઇ’ બનાવ્યો
શેરબજારમાં 400 પોઇન્ટની તેજી: નિફટીએ ફરી નવો ‘હાઇ’ બનાવ્યો

શેરબજારમાં વિક્રમી તેજીનો દોર જારી રહ્યો હતો. આજે હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેક્સમાં વધુ 400 પોઇન્ટનો ઉછાળો હતો. નિફટીએ ઇન્ટ્રા-ડે નવી ઉંચી સપાટી બનાવી હતી.

શેરબજારમાં માનસ સુધારાનું બની રહ્યું હતું. નાણાં સંસ્થાઓ દરરોજ જંગી ખરીદી કરતી હોવાની સારી અસર હતી. છેલ્લા પાંચ વર્ષમાં માર્કેટ ડબલ થઇ ગયું છે અને અર્થતંત્ર-રાજકીય-ઇન્વેસ્ટરોની વધતી સંખ્યા જેવા કારણોનો લક્ષ્યમાં લેતા આવનારો સમય પણ તેજીનો બની રહેવાના આશાવાદથી તેજીને ટેકો મળી રહ્યો હતો.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણી માથે છે છતાં તેમાં ભાજપની જ જીત થવાના દ્રઢ આશાવાદથી તેજીના માનસને કોઇ અસર નથી. માનસ વધુને વધુ મજબૂત ન બની રહ્યું છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો હતો. જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, ભારત પેટ્રોલીયમ, કોલ ઇન્ડિયા, વેદાંતા, એમસીએક્સ સહિતના શેરો ઉંચકાયા હતા.

લાર્સન, મારૂતી, એચડીએફસી બેંક, સીપ્લા ડીવીઝ લેબ વગેરેમાં ઘટાડો હતો. મુંબઇ શેરબજારને સેન્સીટીવ ઇન્ડેક્સ 400 પોઇન્ટના ઉછાળાથી 75084 હતો તે ઉંચામાં 75105 તથા નીચામાં 74807 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 125 પોઇન્ટ ઉંચકાઇને 22768 હતો તે ઉંચામાં 22775 તથા નીચામાં 22673 હતો.