ટાડાના આરોપીને સારવાર માટે લઇ જવાના બદલે તેના ઘરે રેઢો મુકી દેવા અંગે બે પોલીસ કર્મચારીને ૩ વર્ષની સજા

ટાડાના આરોપીને સારવાર માટે લઇ જવાના બદલે તેના ઘરે રેઢો મુકી દેવા અંગે બે પોલીસ કર્મચારીને ૩ વર્ષની સજા
ટાડાના આરોપીને સારવાર માટે લઇ જવાના બદલે તેના ઘરે રેઢો મુકી દેવા અંગે બે પોલીસ કર્મચારીને ૩ વર્ષની સજા

અત્રે પોલીસની ફરજમાં બેદરકારી દાખવવા બદલ બે નિવળત પોલીસ કર્મચારીઓને ત્રણ વર્ષની સજા રાણાવાવ કોર્ટે ફટકારી હતી.

બનાવની હકીકત એવી છે કે, આ કામના આરોપી નં.(૧) દેવાભાઈ આતીયા કેશવાલા અને (૨) લીલાભાઈ કાનાભાઈ ઓડેદરા કે જેઓ સને-૧૯૯૯ માં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓને પોરબંદર સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના  ના હથિયારધારા, ટાડા, એકસ્‍પ્‍લોજીવ એકટ વિગેરે ગંભીર પ્રકારના કેસમાં કેદી તરીકે લખમણ હરદાસ વશરા રહેલ હતા અને તેઓને હૃદય રોગની સારવાર અને ઓપરેશન માટે એડી. સેશન્‍સ જજ કોર્ટના હુકમથી તેમને અમદાવાદ, રાજસ્‍થાન હોસ્‍પિટલમાં પોલીસ બંદોબસ્‍ત હેઠળ સારવાર લેવા માટે પરવાનગી આપવામાં આવેલ હતી. જે આધારે તેઓને ડી.એસ.પી. પોરબંદરના હુકમ મુજબ હાલના કેસના બંને આરોપી નં. (૧) દેવાભાઈ આતીયા કેશવાલા અને (૨) લીલાભાઈ કાનાભાઈ ઓડેદરા પોલીસવાળાઓને ટાડાના આરોપી લખમણ હરદાસ વશરાને સારવાર માટે પોલીસ બંદોબસ્‍ત માટેની ફરજ સોંપવામાં આવેલ હતી. તે ટાડાના આરોપી/સાહેદને તા.૦૭/૦૩/૧૯૯૯ ના રોજ હાલના કેસના પોલીસ કર્મચારીઓ/આરોપીઓ બંદોબસ્‍ત હેઠળ જામનગર જીલ્લામાંથી સારવાર માટે લાવેલા અને ત્‍યાંથી આરોપી લખમણ હરદાસ વશરાને અમદાવાદ સારવારમાં લઈ જવાના બદલે તેના ઘરે રાણાવાવ તાલુકાના રાણાકડોરણા ગામે તા.૦૭/૦૩/૧૯૯૯ ના રાત્રે લઈ ગયેલા અને આરોપી લખમણ હરદાસ વશરાને પોલીસ બંદોબસ્‍ત વગર તેના મકાનમાં રેઢા મુકીને હાલના કેસના પોલીસ કર્મચારીઓ/આરોપીઓ બહાર જતા રહેલા હતા અને તે સમય દરમ્‍યાન એલ. સી. બી. પોરબંદરના પી.આઈ. સુખદેવસિંહ ઝાલાનાઓને ઉપરોકત હકીકતની બાતમી મળતા તેઓ પોલીસ સ્‍ટાફ સાથે તા.૦૮/૦૩/૧૯૯૯ નાં કલાક ૧૧:૩૦ ના સુમારે રાણાકંડોરણા ગામે આવી આરોપી લખમણ હરદાસના ઘરની ઝડતી તપાસ કરતા ટાડાના કામનો આરોપી લખમણ હરદાસ પોલીસ બંદોબસ્‍ત વગર રેઢા મળી આવેલ, જેથી તે અંગેનું પંચનામુ કરી સદર આરોપી લખમણ હરદાસ વશરાનો કબ્‍જો લઈ પોરબંદર સેશન્‍સ જજની કોર્ટને તેમના હુકમનો ભંગ કર્યા બદલ તેમની પાસે રજુ કરેલ અને તેને જામનગર જેલમાં પરત મોકલી આપેલ.

 આ હાલના બંને આરોપીઓએ ટાડાના આરોપી લખમણ હરદાસ વશરાને અમદાવાદ સારવારમાં લઈ જવાના બદલે આરોપી લખમણ હરદાસ વશરાને ઘરે લઈ જઈ અને ટાડાના આરોપી લખમણ હરદાસ વશરાને અટકાયતની શિક્ષા ઓછી ભોગવવી પડે તેમજ તેને મનમાની કરવા માટે તેમજ નાશી જવાની કોશિષ કરવા મદદગારી કરી અને સરકારી કર્મચારીઓને ન શોભે તેવુ વર્તન કરી તેમની કાયદેસરની જાપ્તાની ફરજમાંથી ટાડાના આરોપીને રેઢો મુકીને ગુનો કરતા, તે અંગેની ફરીયાદ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં કરવામાં આવેલ હતી. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા દસ્‍તાવેજી પુરાવા તથા અન્‍ય સાહેદોના પુરાવાના આધારે તથા આસીસ્‍ટન્‍ટ પબ્‍લીક પ્રોસીકયુટર જયેશ એલ.ઓડેદરાનાંઓની દલીલનાં આધારે આ કામનાં પોલીસ કર્મચારીઓ/આરોપીઓને, આઈ.પી.સી. કલમ-૨૨૧ માં બે વર્ષની, આઈ.પી.સી. કલમ-રરર તથા કલમ-૨૨૫(ક) માં ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા ફરમાવતો ચુકાદો જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ, રાણાવાવનાંઓ દ્વારા હુકમ કરવામાં આવેલ છે