ધ્રોલના ખારવા રોડ પર તસ્કરોઓ ત્રાટકયા વેપારીના રહેણાંક મકાનમા ૪૫ હજાર રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાશી છુટયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના ખારવા રોડ પર આવેલી ઉમિયા સોસાયટી નજીક પી. ડબલ્યુ .ડી. ની ઓફિસ નજીક આવેલ સંદિપભાઈ ભીમજીભાઈ કાનાણી ના મકાનમાં કોઈ અજાણ્યા ઇસમો રાત્રિના સમયે પ્રવેશ કરી રહેણાંક મકાન બનાવ્યુ ટાર્ગેટ મકાનના નીચેના રૂમમા ડ્રેસીંગના ટેબલ ઉપરથી એક કાળા કલરનો પર્સ જે કારખાના ના હિસાબ રાખેલ જેમા રોકડ રૂપિયા ૪૫ હજારની ચોરી કરી નાસી છૂટીયા જેને લઈને ધ્રોલ પી.એસ.આઇ પી.જી પનારાએ ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી છે.