પ્રેમ સંબંધમાં વચ્ચે આવતા પતિની હત્યા કરી નાખીઃ મુળીના દિગસર પાસે બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો

પ્રેમ સંબંધમાં વચ્ચે આવતા પતિની હત્યા કરી નાખીઃ મુળીના દિગસર પાસે બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો
પ્રેમ સંબંધમાં વચ્ચે આવતા પતિની હત્યા કરી નાખીઃ મુળીના દિગસર પાસે બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો

મુળીના દીગસર નજીક થેયલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્ની અને દાદાના દીકરા તથા અન્ય એક ઇસમે ભેગા મળી યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યા કરનારા ૩ હત્યારાઓની અટકાયત કરી છે.

હત્યાનો ભોગ બનનાર યુવકની પત્નીને વિક્રમ માથાસુરીયા સાથે આડા સંબંધ હતા તે અંગે પતિને જાણ થતાં હત્યા કરી નાખી છે.

મુળી પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૨૧૧૦૩૫૨૪૦૦૯૬/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૩૦૨ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો બનાવ તા.૧૭/૦૩/૨૦૨૪ ના સવારના દિગસર ગામની સીમ જી.ઈ.બી સ્ટેશનની પાછળના ભાગે આવેલ સરકારી ખરાબામાં બનેલ આ કામે ફરીયાદીએ જાહેર કરેલ કે, આ કામના ફરીના ભાઈ કેતનભાઈ ઉર્ફે કડીયો વશરામભાઈ વાઘેલા દેવીપુજક ઉ.વ.૪૦ રહે.દિગસર તા. મુળી વાળાને દીગસર ગામમાં આવેલ જી.ઈ.બી.સબ સ્ટેશનની પાછળ આવેલ સરકારી ખરાબામાં માથાના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા મારી તેનું મોત નિપજાવેલ છે.

આ કામે મરણજનારની પત્નીને વિક્રમ માથાસુરીયા સાયલા ગામનો રહેવાશી હોય અને તેને આડા સબંધ હોવાનું જણાય આવતા તે દિશામાં તપાસ કરી વિક્રમ રેવાભાઈ માથાસુરીયા રહે. સાયલા વાળાને પુછપરછ કરતા આ ખુન પોતે તથા પોતાના કુટુંબી દાદાના દીકરાભાઈ વિક્રમભાઇ મનજીભાઇ વાઘેલા તથા મરણજનારના પત્ની સુરજીબેન એમ ત્રણેયએ મળી વિક્રમભાઈ માથાસુરીયા ના પ્રેમ સબંધમાં મરણજનાર વચ્ચે આવતો હોય જેથી તેનો કાટો કાઢી નાખવા ગુનાહીત કાવતરૂ રચી મરણજનારની પત્ની તથા આરોપી વિકમભાઇ રેવાભાઇ માથાસુરીયાએ તથા વિક્રમભાઇ મનજીભાઇ વાઘેલા પ્લાનીંગ મુજબ બનાવના દિવસે મોડી રાત્રે મરણ જનારના ઘરે આવી આરોપીઓએ મરણજનારને મોટર સાયકલમાં બેસાડી બનાવ વાળી જગ્યાએ લઇ જઇ માથાના ભાગે કુહાડીનો ઉંધો ઘા મારી મોત નીપજાવેલ જે ત્રણેય આરોપીઓને સદરહુ ગુનાના કામે અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. અને મર્ડરનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.

પકડાયેલ આરોપી

(૧) વિક્રમભાઇ રેવાભાઇ માથાસુરીયા દેવીપુજક ઉવ.૩૪ રહે.સાયલા, ગોકુળ સોસાયટી, જુના રેલ્વે સ્ટેશનની બાજુમાં તા. સાયલા

(૨) વિક્રમભાઇ મનજીભાઇ વાઘેલા (ચુનારા) દેવીપુજક ઉવ.૩૨ રહે.મટોડા, મોટીવાસ, નિશાળ પાછળ તા.સાણંદ જી.અમદાવાદ

(૩) સુરજીબેન વા/ઓ કેતનભાઇ ઉર્ફે કડીયો વશરામભાઇ વાઘેલા દેવીપુજક ઉવ.૩૫ખ રહે દીગસર તા.મુળી છે.

આ કામગીરી  (૧) એ.એ.જાડેજા પો.સબ.ઇન્સ, (૨) ડી.આર.મોડીયા પો.સબ.ઇન્સ, (૩) ઘનશ્યામભાઇ ગોવીંદભાઈ એ.એસ.આઇ, (૪) પરાક્રમસિંહ ધર્મેન્દ્રસિંહ એ.એસ.આઇ, (૫) હરપાલસિંહ ધનશ્યામસિંહ પો.હેડ.કોન્સ, (૬) હીતેન્દ્રસિંહ હરીસિંહ (૭) વિશ્વરાજસિંહ નવલસિંહ  (૮) રાયસંગભાઇ દાજીભાઇ  (૯) ગિરીરાજસિંહ ઉદેસિંહ પો.કોન્સ તથા મુળી પોલીસ સ્ટાફએ કરી હતી