૪ વર્ષની માસુમ બાળા સાથેના દુષ્‍કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ર૦ વર્ષની સજાનો આદેશ

૪ વર્ષની માસુમ બાળા સાથેના દુષ્‍કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ર૦ વર્ષની સજાનો આદેશ
૪ વર્ષની માસુમ બાળા સાથેના દુષ્‍કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ર૦ વર્ષની સજાનો આદેશ

:  બે વર્ષ પુર્વે મુળ આણંદ જીલ્લાના બાકરોલ ગામે રહેતા અને હાલમાં ભાવનગર શહેરના હાદાનગર વિસ્‍તારમાં રહેતા શખ્‍સે ફક્‍ત ૪ વર્ષ અને ૧૦ માસની માસુમ બાળા સાથે દુષ્‍કર્મ આચરતા જે તે સમયે બોરતળાવ પોલીસ સ્‍ટેશન માં  ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ  ભાવનગરના એડીશનલ સેસન્‍સ જજ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્‍યાને રાખી આરોપીને ૨૦ વર્ષની સખ્‍ત કેદની સજા તેમજ ભોગ બનનારને ગુજરાત સરકારના વિકટીમ કોમ્‍પેશન સ્‍કીમ હેઠળ રૂા. ૩,૦૦,૦૦૦/- વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી રૂકેશભાઇ ઉર્ફે પ્રેમભાઇ સ/ઓ. વજાભાઈ ઉર્ફે વજેસંગભાઈ ગાભય ઉ.વ.૨૬, રહે. હાદાનગર, મોમાઈ માની દેરી પાસે, ગોપાલનગર, ભાવનગર મુળ રહે. બાકરોલ, કુમારાશાળા, વલ્લભવિદ્યાનગર, જી.આણંદ નામના શખ્‍સે ફરીયાદીની ભોગ બનનારની સગીર વયની દિકરી ઉ.વ.આ. ૪ વર્ષ ૧૦ માસ ને તા. ૨૨/ ૧૧/૨૦૨૨ ના તેણીને શેરીમાં રમતી હતી ત્‍યારે આરોપીએ ભોગબનનારને સાદ પાડી સીક્કો આપવાનું કહી ઘરમાં બોલાવી સીક્કો આપી દરવાજો બંધ કરી સગીરાની સાથે દુષ્‍કર્મ આચર્યું હતુ. જે તે સમયે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથકમાં આરોપી રૂકેશભાઈ વજાભાઈ ગાભય સામે ઈપીકો કલમ ૩૭૬(એબી) તેમજ પોકસો એક્‍ટ કલમ-૪ અને ૬ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના એડી.સેશન્‍સ જજ  પ્રજાપતી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જયેશ પંડયાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્‍યાને રાખી આરોપી રૂકેશભાઈ ઉર્ફે પ્રેમભાઈ સ/ઓ. વજાભાઇ ઉર્ફે વજેસંગભાઈ ગાભય ની સામે ગુનો સાબીત માની આરોપીને કસુરવાન ઠરાવી પોક્‍સો એક્‍ટ કલમ-૪ ના ગુન્‍હામાં ક્રિ.પ્રો.કોડની કલમ-૨૩૫(૨) અન્‍વયે ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા કરવા અને રૂા. ૫૦૦ નો દંડ અને જો દંડ ની રકમ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. તથા પોક્‍સો એક્‍ટ કલમ-૬ ના ગુન્‍હામાં ક્રિ.પ્રો.કોડની કલમ-૨૩૫(૨) અન્‍વયે ૨૦ વર્ષની સખ્‍ત કેદની સજા કરવા અને રૂા. ૫૦૦ નો દંડ અને જો દંડ ની રકમ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે અદાલતે ફટકારી હતી. તેમજ ઉપરોક્‍ત હુકમ મુજબ દંડની રકમમાંથી સી.આર.પી.સી. કલમ ૩૫૭ હેઠળ વળતર ચુકવવાનો હુકમ કરવો જરૂરી પરંતુ આરોપીની આર્થિક પરિસ્‍થિતી જોતા આરોપી પાસેથી દંડ વસુલી તેમાંથી ભોગ બનનારને વળતર ચુકવવાનો હુકમ કરવો યોગ્‍ય જણાતો નથી. જેથી ગુજરાત સરકારશ્રીની વિક્‍ટીમ કોમ્‍પેશન સ્‍કીમ હેઠળ વળતર ચુકવવુ વધુ યોગ્‍ય જણાય આવે છે. જેથી ક્રિ.પ્રો.કોડની કલમ-૩૫૭(એ) અન્‍વયે ભોગ બનનારની વય કેસના સંજોગો તેની આર્થિક તેમજ સામાજીક સ્‍થિતી જોતા તેણીને રૂા. ૩,૦૦,૦૦૦/- વળતર ચુકવવાની ભલામણ સાથે આ ચુકાદાની નકલ જીલ્લા લીગલ ઓથોરીટીને મોકલી આપવા હુકમ કરેલ છે.