બાબરાના કરીયાણામાં વિજ કનેકશન માટે થાંભલો નાંખવા મુદ્દે હુમલો : પતિ-પત્‍નિને ઇજા

બાબરાના કરીયાણામાં વિજ કનેકશન માટે થાંભલો નાંખવા મુદ્દે હુમલો : પતિ-પત્‍નિને ઇજા
બાબરાના કરીયાણામાં વિજ કનેકશન માટે થાંભલો નાંખવા મુદ્દે હુમલો : પતિ-પત્‍નિને ઇજા

બાબરા કરીયાણામા કિશોરભાઇ વલ્લભભાઇ મેટાળીયા ઉ.૩૭ એ ઘરે વિજ કનેકશનનો ઇલકેટ્રીક પોલ નાખવા આવેલ હોય ત્‍યારે મહેશ વિનુભાઇ, ભાવેશ વિનુભાઇ ગાંભડીયાએ થાંભલો નહી નાખવા અંગે કિશોરભાઇ સાથે બોલાચાલી કરી ગાળો બોલી છુટા પથ્‍થરના ઘા મરી છરી લઇ મારવા દોડી ધમકી આપી માર મારી પત્‍નિને પણ ઇજા કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

રાજુલાના કડીયાળી ગામે પત્‍નિના કરીયાવરને જેઠે રૂ.૪૫ હજારનું તોડફોડ કરી નુકશાન કર્યાની ફરીયાદ

અમરેલી, રાજુલા તાલુકાના કડીયાળી  ગામે રહેતા ધીરૂભાઇ ઉર્ફે મુકેશભાઇ બાવભાઇ ખુમાણ ઉ.વ.૨૮ના પત્‍નિને તેના પિયરમાંથી આપેલ કરીયાવરમાં એક ઉભો કબાટ રૂ.૧૫,૦૦૦ એક લાકડાની સેટી પેટે રૂ.૧૨,૦૦૦ તથા ઉભો ડ્રેસીંગ કાચ રૂ.૮૦૦૦, ગોદડા, ઓશીકા, તથા બેડસીટ અને ઘરનો સરસામાન મળી રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૪૫,૦૦૦ કરીયાવરની ચીજવસ્‍તુ જેઠ સામંતભાઇ બાવભાઇ ખુમાણે તોડફોડ કરી નુકશાન કર્યાની નાના ભાઇ ધીરૂભાઇ ખુમાણે મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સગીરાનું અપહરણ કરાયું

વેણીવદર ગામે રહેતી સગીરાને કાલાવડ ગામના દિપક વિષ્‍ણુદાસ હરીયાણી લલચાવી ફોંસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદ ઇરાદે વાણીપણામાંથી અપહરણ કરી ગયાની સગીરાના પિતાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વૃધ્‍ધ ઉપર હુમલો

સાવરકુંડલા પીઠવડીમાં પરષોતમભાઇ જાદવભાઇ સુહાગીયા ઉ.૭૦ના ઢાળીયામાં ભેંસને નીરણ નાખવા જણા કોઇ અજાણ્‍યો શખ્‍સે માર મરી ઇજા કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પત્‍નિને પતિ સહિત કુટુંબીઓએ માર માર્યો

લાઠી કચરડીમાં ગૌરીબેન કાંતિભાઇ ઠરીયા ઉ.૪૦ના પતિ કાંતિ માવજીભાઇ ઠરીયાની પહેલી પત્‍નિ મંજુલાબેન કાંતિભાઇ ઠરીયા વીસેક વર્ષથી રીસામણે જતી રહેલ હોય અને તે આવતા કાંતિને કાન ભંભેરણી કરી ચડામણી કરતા બીજી પત્‍નિ ગૌરીબેન સાથે ઝગડો કરી કાંતિ તથા મંજુલાબેને આડેધડ ઢીકાપાટુનો માર મારી અજય કાંતિભાઇ તથા અનિલ કાંતિભાઇ ઠરીયાએ આડેધડ ઢીકાપાટુંનો માર મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપ્‍યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પરીણીતાનું ઝેરી દવા પી જતા મોત

ચાવંડ મુળ એમપીના શ્રમિક પરીવારની હાલ ચાવંડ ગામે લાઠી રોડ ઉપર આવેલ અરવિંદભાઇ સાંબલપરાની વાડીએ કામ કરતી સેવંતિબેન બીલરસિંગ સોલંકી ઉ.૨૧ ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પતિ બીલરસિંગ ઇન્‍દરસિંગ સોલંકીએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

૫ બાઇક સળગી

જાફરાબાદ લુણસાપુરમાં સીનટેક્ષ કંપનીના ગેઇટ પાસે પાર્ક કરેલ બાઇક, તેમજ ગેઇટ પાસે અન્‍ય પાર્ક કરેલ બાઇક જી.જે.૧૪બી.ઇ.૩૯૩૧ રૂ.૮૦,૦૦૦/બાઇક જીજે.૧૪.૬૧૬૭ રૂ.૪૦,૦૦૦, બાઇક જી.જે. ૧૪,એ.એસ.૯૭૫૨ રૂ.૪૧,૦૦૦/, બાઇક જી.જે.૯૮૧૮ રૂ.૪૦,૦૦૦ તથા બાઇક જી.જે.૧૪ એ.એસ.૨૧૮ રૂ.૩૦,૦૦૦/ તેમજ ગેઇટ પાસે અનય પાર્ક કરેલ બાઇક તેમાંથી કોઇપણ બાઇકમાં વધુ ગરમીના કારણે શોર્ટ સર્કીટ થતા આગ લાગતા બાઇકો સળગી જતા આશરે કુલ રૂ.૨,૩૧,૦૦૦/નું નુકશાન થયાનું ભાવેશભાઇ વેલાભાઇ જાદવે જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.