મોરબીમાં એકટીવાની ડેકી તોડી ૧.૫૯ લાખની ચોરી મામલે ગુન્‍હો નોંધાયો

મોરબીમાં એકટીવાની ડેકી તોડી ૧.૫૯ લાખની ચોરી મામલે ગુન્‍હો નોંધાયો
મોરબીમાં એકટીવાની ડેકી તોડી ૧.૫૯ લાખની ચોરી મામલે ગુન્‍હો નોંધાયો

જેતપુરમાં પકડાયેલ છારા ગેંગના બે સાગ્રીતોએ મોરબીની ચોરીની કબુલાત આપતા આ મામલે ગુન્‍હો નોંધાયો છે.

મોરબીના એવન્‍યુ પાર્ક શેરી ૧ રહેતા જમનાદાસ સુગનારામ ગુવાલાણી એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘરેથી એકટીવા જીજે ૩૬ કયું ૫૦૨૨ લઈને તેની ડેકીમાં રોકડ રકમ રૂ.૧,૫૯,૦૦૦ રાખેલ હતા જે રૂપિયા કાપડના વેપારીને અમદાવાદ આંગડીયામાં મોકલવાના હોય અને દુકાને જવા નીકળેલ હોય દરમિયાન નવાડેલા રોડ પર ધાંચી શેરીના નાકે પબ્‍લિક ટોઇલેટમાં લધુશંકા કરવા માટે એકટીવા ઉભું ર્કાહીને જતા પરત આવતા ડેલી ખુલ્લી હતી જેથી તપાસ કરતા રોકડ રૂપિયા ૧,૫૯,૦૦૦ જોવામાં આવેલ ના હતા જેથી આસપાસમાં તપાસ કરી હતી અને પરિવારજનોને જાણ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ચોરી કરનાર છારા ગેંગના સુજીત નારજીભાઇ તથા ચેતન ઉર્ફે ચીન્‍ટુ વિજયભાઇ ધમન્‍ડે રે. બંને અમદાવાદને રાજકોટ રૂરલ એલસીબીએ જેતપુરની ચોરીના ગુન્‍હામાં પકડી પૂછતાછ કરતા મોરબીની ચોરીની કબુલાત આપતા આ બંનેનો કબ્‍જો લેવા મોરબી એ-ડિવીઝન પોલીસે તજવીજ હાથ ધરી છે.