એક વર્ષમાં 50% સરકારી વિભાગોમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કામગીરી થશે

એક વર્ષમાં 50% સરકારી વિભાગોમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કામગીરી થશે
એક વર્ષમાં 50% સરકારી વિભાગોમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કામગીરી થશે

આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ એ આપણી આસપાસ જ તેની અને સાથોસાથ આપણી પણ દુનિયા બદલી રહ્યું છે. આ એક સોફટ ક્રાંતિ છે જે ધીમે ધીમે થઈ રહી છે પણ મજબૂત રીતે અને તેમાં હવે સરકાર પણ પાછળ રહેવા માંગતી નથી. ખાસ કરીને સરકારી સેવાઓ જેમાં ડેટા વિશ્લેષણની સૌથી વધુ આવશ્યકતા રહે છે અને બીજી ઓટોમેશન વર્ક એટલે કે જયાં એક નિશ્ચિત મોડેલ કે બ્લુપ્રિન્ટ મુજબ જ કામ કરવાનું રહે છે ત્યાં હવે 50%થી વધુ સરકારી વિભાગો આગામી એક વર્ષમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી લોકોને જે સેવા જરૂરી છે તે આપશે જેના કારણે વિવિધ સરકારી વિભાગોના કામકાજ પર મોટી અસર થશે.

ખાસ કરીને સરકારી કામમાં વિલંબ થાય છે તે ઘટશે અને લોકોને પણ એક સ્પષ્ટ લાઈન મળશે તથા સૌથી ઓછુ ભ્રષ્ટાચાર ઘટશે અને એકંદરે સરકારી કાર્યક્ષમનો વધીને આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ એ સામાન્ય કલેરીકલ કે પછી તેની નોકરીમાં પણ જોખમ છે તે નિશ્ચિત છે પણ તેની સાથે આ પ્રકારની ટેકનોલોજીના કારણે નવા શોધ-સંશોધનો તથા ટેકનોલોજી અપગ્રેડેશનને પણ નવી તક મળશે. 67% લોકો માને છે કે સરકારી કામગીરીમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી લોકોનો આ કામ પ્રત્યેની લોકોની સંતોષકારકતા વધારશે.

જો કે સરકારી કામગીરીમાં આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સને અપનાવવી અને તેને સ્વીકાર્ય બનાવવી તે સૌથી મોટો પડકાર હશે. ખાસ કરીને તેના માટે સ્કીલ વધારવી પડશે અને ડેટા પ્રાઈવસી- લોકોને જે ડેટા છે તેની ગુપ્તતાનો ભંગ થાય નહી તે સૌથી મોટો પડકાર હશે તથા તેના એન્ડ યુઝ પછી જે પ્રશ્ર્નો સર્જાય તો તેનો ઉકેલ કેમ લાવવો તેનું એક મિકેનીઝમ પણ ગોઠવવું જરૂરી હશે.

ભારતમાં મોદી સરકાર નેશનલ એઆઈ સ્ટ્રેટેજીની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. સરકારની કામગીરીને તો સ્માર્ટ અને ઝડપી બનાવવી હોય તો આ જરૂરી છે પણ તેના માટે યોગ્ય ટેલન્ટ જરૂરી છે. હાલ કોમ્પ્યુટરાઈઝેશનના યુગમાં પણ સરકારી કચેરીઓમાં કોમ્પ્યુટરને અપનાવતા દોઢ દશકાથી વધુ સમય લાગ્યો છે.