સેન્સેકસ 75000 કૂદાવીને પાછો પડયો

સેન્સેકસ 75000 કૂદાવીને પાછો પડયો
સેન્સેકસ 75000 કૂદાવીને પાછો પડયો
શેરબજારમાં જોરદાર વધઘટ : અંતિમ તબકકામાં રેડ ઝોનમાં ઉતરી ગયું
મુંબઇ શેરબજારમાં આજે વધુ એક ઇતિહાસ સર્જાયો હતો. સેન્સેકસ પ્રથમ વખત 7પ000ની સપાટીને વટાવી ગયો હતો. જોકે બપોરથી નફારૂપી વેચવાલીનો દૌર શરૂ થતા ઉંચી સપાટી જળવાઇ શકી ન હતી. 

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ જ રહી હતી વિશ્વ બજારોના પોઝીટીવ ટ્રેન્ડ, લોકલ ફંડોની એકધારી લેવાલી, સ્ટ્રોંગ અર્થતંત્ર સહિતના કારણોથી પસંદગીના ધોરણે ધુમ લેવાલીથી માર્કેટ તેજીના માર્ગે દોડતું રહ્યું હતું.

બપોરે નફારૂપી લેવાલીનું દબાણ આવતા ટોચની સપાટી જળવાઇ શકી ન હતી અનેક હેવીવેઇટ શેરો ઉંચા મથાળેથી પાછા પડયા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજીના ઝોનમાં જ છે છતાં રેકર્ડ સ્તરે હોવાથી ઉંચા મથાળે વખતોવખત નફારૂપી વેચવાલી આવી જાય છે. આગામી દિવસોમાં બે રજા આવતી હોવાની પણ અસર છે.  

શેરબજારમાં આજે એપોલો હોસ્પિટલ, હિન્દાલકો, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફિન્સ સર્વિસ, ઇન્ફોસીસ,  મહિન્દ્રા, મારૂતિ, ટાટા સ્ટીલ જેવા શેરોમાં સુધારો રહ્યો હતો જયારે ટીસીએસ, ટાઇટન, હિરો મોટો, કોલ ઇન્ડિયા,  રિલાયન્સ, ઇન્ડુસ ઇન બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન જેવા શેરો નરમ હતા. 

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ પ0 પોઇન્ટના ઘટાડાથી 74691 સાંપડયો હતો. જે ઉંચામાં 75124 તથા નીચામાં 74603 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 20 પોઇન્ટના ઘટાડાથી 22646 હતો જે ઉંચામાં 22768 તથા નીચામાં 22612 હતો.