એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક ઓટો મોબાઈલ કંપનીના કર્મચારીઓને પીરસવામાં આવેલ સમોસામાં કોન્ડોમ, ગુટખા અને પથ્થર મળી આવ્યા હતા. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
આખો મામલો કેટરીંગનો કોન્ટ્રાકટ રિન્યુ ન કરવા ઓટોમોબાઈલ કંપની સામે વેર લેવા રચાયો હોવાનું બહાર આવ્યું છે.આ અંગે પોલીસ દ્વારા વધુમાં જાણવા મળતી વિગત મુજબ કેટરીંગના કોન્ટ્રાકટરે દુકાનદારને સમોસા પુરા પાડવા કોન્ટ્રાકટો લીધો હતો.
તેનું ટેન્ડર ત્યારે હટાવી લેવાયું જયારે તેના સમોસા સામે કર્મચારીઓની ફરિયાદ આવતી હતી. આથી આરોપી દુકાનદારે બિઝનેસમાં બદલો લેવા માટે પોતાના બે કર્મચારીઓને નવા દુકાનદાર પાસે કામ માટે મોકલ્યા જેમણે આ કાંડ કર્યો હતો.