અંતે ‘કલ્કી રાલ્ટ એડી’ફિલ્મની રિલીઝ 9મી મેએ પોસ્ટપોન, 30મેએ રજુ થઈ શકે

અંતે ‘કલ્કી રાલ્ટ એડી’ફિલ્મની રિલીઝ 9મી મેએ પોસ્ટપોન, 30મેએ રજુ થઈ શકે
અંતે ‘કલ્કી રાલ્ટ એડી’ફિલ્મની રિલીઝ 9મી મેએ પોસ્ટપોન, 30મેએ રજુ થઈ શકે

પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દિપિકા પાદુકોણ, ડુલકર સલમાન સ્ટારર સાયન્સ ફિકશન ફિલ્મ ‘કલ્કી રાલ્ટ એડી’ની રિલીઝ પોસ્ટપોન થઈ છે. આ ફિલ્મ 9 મેએ રીલીઝ થવાની હતી. પરંતુ લોકસભા ચૂંટણીના કારણે અને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 13 મીએ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જેના કારણે ‘કલ્કી રાલ્ટ એડી’ની રિલીઝ હવે 30 મેએ થાય તેવી ચર્ચા છે.

લોકો સિનેમા હોલમાં ફિલ્મ જોવા આવે એટલા માટે ફિલ્મ મેકર્સે બે અઠવાડીયા ફિલ્મની મોડી રીલીઝની જાહેરાત કરી છે. બીજુ એક કારણ એ પણ બહાર આવ્યું છે કે 9મીએ હોલીવુડની મોટી ફિલ્મ ‘કીંગ્ડમ ઓફ ધી પ્લેનેટ ઓફ ધી એપ’ રીલીઝ થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મનાં મેકર્સે પણ ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફારની માહીતી ડિસ્ટ્રીબ્યુટરોને આપી દીધી છે અને આ રિલીઝ કે મોટાભાગે 30 મે છે. ફિલ્મનાં ડાયરેકટર અશ્વિન નાગે જણાવ્યું હતું કે ભારતમાં સાયન્સ ફિકશન ફિલ્મો ઓછી બને છે. આ ફિલ્મ અનોખી છે.