ભાવનગર પાસે રાત્રે 3.2 નો ભૂકંપ

ભાવનગર પાસે રાત્રે 3.2 નો ભૂકંપ
ભાવનગર પાસે રાત્રે 3.2 નો ભૂકંપ

ઘોઘા પંથકમાં ધડાકા સાથે ધરા ધ્રૂજી: એ.પી. સેન્ટર ભંડારીયા ગામે નોંધાયું: ફફડાટ
ભાવનગર પંથકમાં ગઈ રાતે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા ની અસર શહેર નજીકના કેટલાક  ગામોમાં થઈ છે. ભાવનગર નજીક આવેલા ભડી અને ઉખરલા ગામ ની વચ્ચેની જગ્યાએ એપી સેન્ટર ધરાવતો ધરતીકંપનો આંચકો રાત્રે 9.52 કલાકે આવતા શહેરના કેટલાક વિસ્તારો તેમજ ભડી, ભંડારીયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર, તગડી, માળનાથ, નાના ખોખરા સહિતના ગામડાઓમાં લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપનો નો આ આંચકો 3.2 મેગ્નિટ્યૂડની તીવ્રતા નો નોંધાયો છે.

આ અંગેની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગઇકાલે રાત્રે સૌ  9.52 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અને ધડાકા સાથે ધરા ધ્રૂજી ઉઠતા ઘોઘા તાલુકાના ભડી, ભંડારીયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર, સહિત ગામોમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને એકમેકને ચિંતાભરી પૂછપરછ કરી હતી. જો કે આ ભૂકંપના આંચકાથી કોઇને ઇજા કે અન્ય કોઇ નુકશાનીના સમાચાર નથી. 

દરમિયાનમાં સરકારી તંત્રએ પણ આંચકાની પૂષ્ટિ કરી હતી. આ ભૂકંપ ની તીવ્રતા 3.2નોંધાઈ છે. એ.પી. સેન્ટર ભાવનગર શહેરથી 17 કિલોમીટર દૂર ભડી ભંડારીયા ગામ પાસે નોંધાયું છે.