છતીસગઢમાં ફેકટરીની બસ ખાઈમાં ખાબકી: 12નાં મોત

છતીસગઢમાં ફેકટરીની બસ ખાઈમાં ખાબકી: 12નાં મોત
છતીસગઢમાં ફેકટરીની બસ ખાઈમાં ખાબકી: 12નાં મોત

ડ્રાઈવરે રાત્રીના અંધકારમાં હેડલાઈટ વગર જ બસ ચલાવી અકસ્માત નોતર્યો: વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ

રાયપુર: છતીસગઢમાં મંગળવારની રાત્રીના એક માર્ગ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 15થી વધુ ઘાયલ થયા છે. જેમાં બસના ડ્રાઈવરની લાપરવાહી બહાર આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું. છતીસગઢના કોડિયા ડિસ્ટલરીના કર્મચારીઓને પરત લઈ જતી બસ 50 ફુટ ઉંડી ખાઈમાં ગબડી પડી હતી.

જેમાં તપાસમાં બહાર આવ્યું હતું કે ડ્રાઈવરે બસની લાઈટ ચાલુ કર્યા વગર જ અત્યંત ખરાબ માર્ગ પર બસ દોડાવાનું શરુ કર્યુ હતું તે સમયે તેને રોકવા પ્રયાસ થયો હતો પણ એક વળાંક પાંચ ડ્રાઈવરને માર્ગ ન દેખાતા બસ 50 ફુટ ઉંડી ખાઈમાં ગબડી પડી હતી.

આ વિસ્તાર બસના પ્રવાસીઓની ચીસોથી ગાજી ઉઠયો હતો. આસપાસના લોકો ટોર્ચ વિ. સાથે રાહત બચાવમાં જોડાયા હતા પણ 12 લોકોના મૃતદેહ જ બહાર આવ્યા હતા જયારે 15થી વધુ ઘાયલ થયા છે જેમાં અનેકની હાલત ગંભીર માનવામાં આવે છે. જેઓને દુર્ગની હોસ્પીટલમાં સારવાર અપાઈ રહી છે. મૃતકોમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.