સેવ ઉસળનો નાસ્તો યુવાનને 40 હજારમાં પડ્યો : લારી પર નાસ્તો કરવા ગયો અને એક્ટિવાની ચોરી થઈ

સેવ ઉસળનો નાસ્તો યુવાનને 40 હજારમાં પડ્યો : લારી પર નાસ્તો કરવા ગયો અને એક્ટિવાની ચોરી થઈ
સેવ ઉસળનો નાસ્તો યુવાનને 40 હજારમાં પડ્યો : લારી પર નાસ્તો કરવા ગયો અને એક્ટિવાની ચોરી થઈ

વડોદરા નજીક ખટબા ગામ પાસે સેવ ઉસળની લારી પર નાસ્તો કરવા ગયેલા યુવાનની એક્ટિવાની ભર બપોરે ચોરી થઈ હતી 

પ્રકાશકુમાર વલ્લભભાઇ વણકર (રહે. મોટા ફોફળિયા, શિનોર) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.23 જાન્યુઆરી 2024ના રોજ સવારે આઠ વાગ્યે ઘરેથી વડોદરા આવ્યા હતાં અને પરત ફરતી વખતે ખટંબા વાધોડિયા રોડ પર બ્રિજથી થોડે આગળ સેવઉસળની લારી પર નાસ્તો કરવા ગયો હતો. આ વખતે નજીકમાં એક્ટિવા ચાવી સાથે મૂકી હતી.

 નાસ્તો કરીને પરત ફરતા એક્ટીવા તેની જગ્યા પર ન હતી. આજુબાજુમાં તપાસ કરવા છતાં સ્કૂટરનો પત્તો લાગ્યો ન હતો. 40 હજાર કિંમતની એક્ટીવાની બેંક લોનના હપ્તા બાકી હોવાથી લોનવાળા હપ્તાની ઉઘરાણી કરતા હતા. આ અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.