સીએરા લીયોનમાં ડ્રગ્સના વ્યસનીઓને કારણે કટોકટી

સીએરા લીયોનમાં ડ્રગ્સના વ્યસનીઓને કારણે કટોકટી
સીએરા લીયોનમાં ડ્રગ્સના વ્યસનીઓને કારણે કટોકટી

નશો મેળવવા માટે કબરો ખોદવા મજબૂર કરી દીધા છે. અહેવાલ મુજબ આ ભયજનક ત્રાસને કારણે કટોકટી લાદવાની ફરજ પડી છે. ફ્રીટાઉનમાં પોલીસ ઓફિસરો કબ્રસ્તાન પર પહેરો ભરી રહ્યા છે જેથી ઝોમ્બી ડ્રગના ઉત્પાદન માટે માનવ અસ્થિ ચોરી કરવાની વિચિત્ર પ્રથાને અટકાવી શકાય. કુશ તરીકે ઓળખાતું આ ડ્રગ વિવિધ પ્રકારના ઝેરી ઘટકોમાંથી બનાવવામાં આવે છે અને તેમાંથી એક મુખ્ય ઘટક છે માનવ અસ્થિ.

સીન્થેટીક ડ્રગ કુશ છ વર્ષ અગાઉ પહેલી જ વાર પશ્ચિમ આફ્રિકામાં શરૂ થયું હતું અને હવે તે દેશની વ્યાપક સમસ્યા બની ગયા છે. ડ્રગ્સના ડીલરો આ માગને પહોંચી વળવા કબરોના ચોર બની ગયા છે. 

પ્રમુક જુલિયસ માડા બાયોએ ડ્રગ્સની ભયાનક અસરને કારણે ગંભીર જોખમની ચેતવણી આપી છે.

ડ્રગના દુરુપયોગને નાથવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરવામાં આવી છે અને દરેક જિલ્લામાં ડ્રગના વ્યસનીઓ માટે પૂરતા કર્મચારી સાથેના કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. અધિકારીઓને ચકાસણી, ધરપકડો અને કાર્યવાહી દ્વારા ડ્રગની સપ્લાય ચેન તોડવાની સૂચના અપાઈ છે. ફ્રીટાઉન હાલ દેશનું એકમાત્ર શહેર છે જ્યાં ડ્રગ રિહેબિલિટેશન કેન્દ્ર છે. જો કે તેમાં પૂરતી સુવિધાના અભાવે તેની ટીકા થઈ રહી છે.

સીએરા લીયોન સાયકાયાટ્રીક હોસ્પિટલના ચીફે જણાવ્યું કે ડ્રગની અસર ખાળવા કટોકટી લાદવાનું પગલું મહત્વનું હતું.

 હાલ કુશ ડ્રગને કારણે થયેલી જાનહાનિનો કોઈ સત્તાવાર આંકડો જાહેર નથી કરાયો, પણ ડ્રગને કારણે અવયવો નિષ્ફળ જવાથી સેંકડો યુવાનોના મોત થયા હોવાનું કહેવાય છે. ૨૦૨૦ અને ૨૦૨૩ દરમ્યાન કુશ સંબંધિત બીમારીને કારણે સીએરા લીયોન સાયકાયાટ્રીક હોસ્પિટલમાં પ્રવેશ મેળવનારની સંખ્યામાં ચાર હજાર ટકાનો વધારો થયો હતો.