ચંદીગઢમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ

ચંદીગઢમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ
ચંદીગઢમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ

ચંદીગઢમાં આજે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચમાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.

IPLની 23મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. બંને ટીમોએ પોતાની છેલ્લી મેચો જીતી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સને ઘરઆંગણે હરાવીને આવી છે. જ્યારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને તેમના ઘરે હરાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે બંને ટીમોએ અત્યાર સુધી 4 માંથી 2 મેચ જીતી છે અને એક જીત પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે.

આજની મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આજે ચંદીગઢમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પહેલા બેટિંગ કરશે. બંને ટીમના સ્ટાર ખેલાડીઓ આ સિઝનમાં સારા ફોર્મમાં છે એવામાં આજની મેચમાં ટક્કરનો મુકાબલો જોવા મળશે તેવી સંભાવના છે.

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

ઉમરાન મલિક, મયંક માર્કંડે, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ ત્રિપાઠી.

શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, સેમ કુરાન, શશાંક સિંઘ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.

પ્રભસિમરન સિંહ, નાથન એલિસ, તનય ત્યાગરાજન, રાહુલ ચહર, ઋષિ ધવન.