કોટડાસાંગાણીમાં તાપમાનમાં વધારો થતાં લોકોને ભારે મુશ્કેલી

કોટડાસાંગાણીમાં તાપમાનમાં વધારો થતાં લોકોને ભારે મુશ્કેલી
કોટડાસાંગાણીમાં તાપમાનમાં વધારો થતાં લોકોને ભારે મુશ્કેલી

કોટડાસાંગાણી,તા.30(સલીમ પતાણી દ્વારા) કોટડા સાંગાણી માં બપોરના સમયે એકદમ તાપમાનમાં વધારો આવતા લોકોને પોતાના કામસબક જવાનું હોય છે.

જેમાં તાપમાનના કારણે લોકોને બહાર જવાનું ટાળવામાં આવેલ છે તાપમાન વધારે હોવાથી લોકોને પોતાની સલામતી માટે પોતાના વાહનમાં મોટરસાયકલ ઉપર મોઢા ઉપર રૂમાલ બાંધીને અને માથા ઉપર ટોપી પહેરીને આંખો ઉપર ચશ્મા લગાવીને નીકળવું પડે છે જે તાપમાન શરીર ઉપર ન લાગે તેની સલામતી માટે પૂરેપૂરી તકેદારી રાખીને નીકળવું પડે છે જેમાં વાહનો રોડ ઉપર અવર-જવર થતી હોય છે તે રોડ ઉપર વાહનોની અવરજવર બપોરના સમયે જે ધમધમતા રોડ ઉપર સુમ સાન જેવું વાતાવરણ જોવા મળેલ લોકોને ગરમી તડકો વધારે હોવાથી લોકોને ઠંડા પીણા નો સહારો લેવો પડે જેમાં લીંબુ શરબત પાણી શેરડીનો રસ ખુબ પીવામાં આવે છે જેમાં લોકોને ઘણી બધી રાહત જ મરી રહેતી હોય છે: છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમી વધારે પડી રહેલ છે લોકોને બહારગામ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે..