પત્ની છોડીને જતી રહેતા બાપે દીકરી પર નજર બગાડી

પત્ની છોડીને જતી રહેતા બાપે દીકરી પર નજર બગાડી
પત્ની છોડીને જતી રહેતા બાપે દીકરી પર નજર બગાડી

સગો બાપ હેવાન બન્યો: એક વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો: અંતે ભાંડો ફુટયો

અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની પત્ની જતી રહેતા સગા બાપે પોતાની સગીર વયની દીકરી પર દાનત બગાડી હતી. મારી નાખવાની ધમકી આપી એક વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો.

અવારનવાર પિતા દ્વારા કરવામાં આવતા શોષણથી માનસિક રીતે ભાંગી પડેલી સગીરાએ આખરે પોતાના મિત્રને હેવાન પિતાની સમગ્ર હકીકત જણાવી. જે બાદ સગીરા પોલીસના શરણે પહોચતા નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં પિતા તેના ત્રણ સંતાનો સાથે રહી છુટક મજુરી કરતો હતો. જો કે, તેની પત્ની છેલ્લા આઠ વર્ષથી ઘર છોડીને જતી રહી હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર તે પોતે જ કરતો હતો. જેમાં તેણે પોતાની 15 વર્ષીય મોયી દીકરી પર દાનત બગાડી હતી.

છેલ્લા એક વર્ષથી સગીર વયની દીકરીને મારી નાખવાની ધમકી આપી સગો પિતા તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. નરાધમ પિતાની હરકતોથી ભાંગી પડેલી સગીરાએ પોતાના મિત્રને પોતાની આપવિતી વર્ણવી હતી. જે બાદ તે પોલીસના શરણે પહોંચતા પોલીસે નરાધમ પિતા વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે. છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી પિતા કલર કામની છુટક મજુરી કરે છે. પોતાની સગીર દીકરીને કોઈ યુવક સાથે મિત્રતા હોવાથી તેની સાથે મોબાઈલ પર છુપીને વાતચીત કરતી હતી. જેની જાણ તેના ભાઈએ પિતાને કરી હતી.

જેથી પિતાએ આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપવા કે સમજાવવાની જગ્યાએ તેના પર દાનત બગાડી દુષ્કર્મ આચર્યું હતું. જો કે, દીકરીએ પણ તેના પિતાની હરકત પોતાના મિત્રએ કહી હતી. જે બાદ દીકરીની ફરિયાદને આધારે વટવા પોલીસે પિતા વિરુદ્ધ પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.