સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ ખાતે શરૂઅદાણીનો મુંદ્રા

અદાણીનો મુંદ્રા ખાતે સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ શરૂ
અદાણીનો મુંદ્રા ખાતે સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ શરૂ

બિલિયોનેર ગૌતમ અદાણીના ગ્રુપે ગુજરાતના મુંદ્રા ખાતે વિશ્ર્વના સૌથી મોટા સિંગલ લોકેશન કોપર મેન્યુફેકચરીંગ પ્લાન્ટનો પ્રથમ તબકકો શરૂ કરી દીધો હોવાની જાહેરાત કરી હતી. તેને કારણે દેશની આયાત પરની નિર્ભરતા ઘટશે અને એનર્જી ટ્રાન્ઝિકશનમાં મદદ મળશે.

કચ્છ કોપરએ ગુરૂવારે તેના ગ્રાહકોને કેથોડ્સની પ્રથમ બેચ મોકલીને મુંદ્રા ખાતે તેના ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેકટનું પ્રથમ યુનિટ શરૂ કર્યું હતું. અદાણી ગ્રુપની મેટલ ઉદ્યોગ વ્યવસાયમાં આ પ્રથમ શરૂઆત છે. આ ગ્રીનફિલ્ડ યુનિટની સ્થાપના એ અદાણી ગ્રુપની પ્રોજેકટસનું આયોજન અને અમલ કરવાની ક્ષમતા દર્શાવે છે.

અદાણી એન્ટરપ્રાઈઝ પ્રથમ તબકકામાં 0.5 એમટીપીએ ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ 1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. બીજા તબકકાની પૂર્ણાહુતિ પર પણ સમાન ક્ષમતા ઉમેરાશે, જે સાથે કચ્છ કોપર 1 એમટીપીએ સાથે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન સ્મેલ્ટર બનશે, જે અત્યાધુનિક ટેકનોલોજી અને ડિઝિટલાઈઝેશનનો લાભ ઉપરાંત ઈએસજી કામગીરીના ધારા-ધોરણોનો બેન્ચમાર્ક બનાવશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ‘કચ્છ કોપરની કામગીરીની શરૂઆત સાથે અદાણી પોર્ટફોલિયો માત્ર ધાતુના ક્ષેત્રમાં જ પ્રવેશી રહ્યો નથી પરંતુ તે ભારતને ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ મહત્વાકાંક્ષી, સુપર-સાઈઝ પ્રોજેકટમાં અમલીકરણની અમારી ઝડપ ભારતને વૈશ્વિક કોપર સેકટરમાં મોખરે લઈ જવાની અમારી પ્રતિબધ્ધતાને દર્શાવે કરે છે.

ઘરેણું કોપર ઉદ્યોગ 2070 સુધીમાં આપણા કાર્બન તટસ્થતાના ધ્યેયને હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે અને આપણા ગ્રીન ઈન્ફાસ્ટ્રકચરને પર્યાવરણીય કામગીરી સાથે જોડીને મજબૂત બનાવશે.

by saurastra kranti