શહેરની ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલો અંગે રાજકોટ શહેર પોલીસ અને લોક સંસદ વિચાર મંચની બેઠક યોજાઈ

શહેરની ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલો અંગે રાજકોટ શહેર પોલીસ અને લોક સંસદ વિચાર મંચની બેઠક યોજાઈ
શહેરની ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલો અંગે રાજકોટ શહેર પોલીસ અને લોક સંસદ વિચાર મંચની બેઠક યોજાઈ
રાજકોટ શહેર પોલીસ અને શહેરની જાણીતી સામાજિક સંસ્થા લોક સંસદ વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલમાં રાજકોટ શહેરના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના અધ્યક્ષ સ્થાને ટ્રાફિકની સમસ્યા અને તેના ઉકેલો અંગે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ એસીપી વિશાલ રબારી ઉપસ્થિતિમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, સિનિયર સિટીઝન, વેપારીઓ અને એડવોકેટોની હાજરીમાં શહેરમાં જટીલ બનેલી ટ્રાફિક સમસ્યા અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલા ભરે તે માટે પોલીસ સાથે બેઠક યોજવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને શૈક્ષણિક હબ બની ગયું હોવાને પગલે વાહનોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે જે પગલે ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના યોગ્ય સંકલનના અભાવે અને ત્વરિત નિર્ણયો ન કરવાને પગલે શહેરીજનોએ ભોગવવું પડે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે. વિવિધ રાજમાર્ગો બજારોમાં સતત કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહે છે અતિ વિકટ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જવાબદાર તંત્ર પાસે હોય તેવું લાગતું નથી સમગ્ર શહેર ટ્રાફિક બ્રિગેડોને હવાલે હોય તેવો તાલ છે. ભીડભાડ વાળા ટ્રાફિક પોઇન્ટ પર ઉભેલા ટ્રાફિક પોલીસ મેન અને ટ્રાફિક વોર્ડન દૂર રહી મોબાઇલમાં વ્યસ્ત હોય છે ટ્રાફિક વ્યવસ્થા વધુ ને વધુ કથળતી જાય છે ત્યારે દંડ અને મેમા મોકલી સામાન્ય પ્રજાને હેરાન કરતી ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં બિલકુલ રસ નથી લેતી. બેઠકમાં શહેરના 20 થી મુખ્ય મુદ્દાઓ વચ્ચે ચર્ચા વિચારણાઓ થઈ હતી જેમાં હાલ સાંઢીયા પુલ નું હજૂ ખાતમુહૂર્ત બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય ન હોવાને પગલે બ્રિજનો નવીનીકરણનો પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. અને લાંબા સમયથી શહેરમાંથી પસાર થતી મોરબી, નલિયા, દ્વારકા, જામનગર તરફની બસોને લાંબો રન કાપવો પડે છે અને મુસાફરોને વધુ ભાડું ભરવું પડે છે. ત્યારે સાંઢીયા પુલની બંને તરફ ડાઇવરજન આપી શકાય તેમ હોવાથી તાત્કાલિક મહાનગરપાલિકા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી ઘટે.

શહેરના મોટાભાગના ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક ટાઇમર બંધ છે જે પોઇન્ટ પર ટ્રાફિક ટાઇમર બંધ હોય ત્યાં તાત્કાલિક ટાઇમર ચાલુ કરાવો જેથી પ્રદૂષણમાં ઘટાડો થશે.શહેરના મુખ્ય માર્ગો પર બિનજરૂરી દબાણો હોય તો તે હટાવવા નાના ધંધાર્થીઓ માટે દરેક વોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરી વધુ ને વધુ વોકર ઝોન બનાવવા દરેક વોર્ડમાં એક વોકર ઝોન ની આવશ્યકતા છે. અને જ્યાં ખુલ્લો પ્લોટ હોય ત્યાં પે એન્ડ પાર્કની બદલે લોકોને નિ:શુલ્ક પાર્કિંગની સુવિધા મળવી જોઈએ.શહેરમાં રસ્તા પર સફેદ કે પીળા પટ્ટા અને નો પાર્કિંગ બોર્ડ દર્શાવેલ ન હોય તેવા સ્થળોએથી પણ નિયમિત પ્રકારે વાહનો ડીટેઇન કરવામાં આવે છે. સફેદ કે પીળા પટ્ટા ન હોય તો વાહન ડીટેઇન ન કરવા અંગે તારીખ 13/6/2023 ના લોક સંસદ વિચાર મંચના પ્રતિનિધિ મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆતો બાદ તારીખ 21/8 થી ગજેન્દ્રસિંહ ઝાલા નું એસીપી ઓફિસમાં નિવેદન લેવાયા બાદ આ અંગે કોઈ લેખિત જવાબ કરવામાં આવેલ નથી અને અમો આજે પણ સફેદ કે પીળા પટ્ટા ન હોય અને જો વાહનો ડીટેઇન કરાય તો એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ટ્રાફિક પીએસઓના જણાવ્યાનુસાર પીળા પટ્ટામાં વાહન પાર્ક કરવું પરંતુ પીળા પટ્ટા રાજકોટ શહેરમાં ક્યાંય જોવા મળતા નથી તો વેપારીઓ કે આમ જનતાને વાહન પાર્ક ક્યાં કરવું એ મોટો સવાલ છે ? સફેદ કે પીળા પટ્ટા અંગે ફરીથી તારીખ 5/8/2023 ના પત્ર દ્વારા લેખિત રજૂઆત કરી છે અને રાજકોટ શહેરમાં જો હવે પછી રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ સફેદ કે પીડા પટ્ટા ન લગાડી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રની સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Read About Weather here

શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી સાથેની બેઠકમાં યુથ ફોર ડેમોક્રેસી, રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ, લોક સંસદ વિચાર મંચ, ઓમ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના સંસ્થાના પ્રતિનિધિઓ વેપારીઓ, સીનીયર સીટીઝનો અને એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે વિવિધ સૂચનો પણ કર્યા હતા.બેઠકમાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, ખેડૂત આગેવાન પ્રવીણભાઈ પડારીયા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here