ગુજરાત : RTE અંતર્ગત 68 હજારથી વધુ અરજીઓ માન્ય…!

ગુજરાત : RTE અંતર્ગત 68 હજારથી વધુ અરજીઓ માન્ય…!
ગુજરાત : RTE અંતર્ગત 68 હજારથી વધુ અરજીઓ માન્ય…!
રાજ્યમાં વર્ષ 2023માં RTE અંતર્ગતની કુલ 68 હજાર 118 અરજીઓ શિક્ષણ વિભાગે માન્ય રાખી છે.ચાલુ વર્ષે RTE અંતર્ગત પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ થઈ હતી. RTE અંતર્ગતની કુલ 68 હજાર 118 અરજીઓ માન્યા રખાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે અગાઉ કુલ અરજીમાંથી 14 હજાર 532 અરજીઓ અમાન્ય ગણાઈ હતી અને અમાન્ય અરજી પર ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા સમય અપાયો હતો. 27 એપ્રિલ સુધી અપાયેલા સમયમાં 6 હજાર 74 અરજી પર ડોક્યુમેન્ટ અપલોડ ફરીવાર થયા છે. અત્રે તમને જણાવી દઈએ કે, કુલ અરજીઓમાંથી શિક્ષણ વિભાગે 18 હજાર 993 અરજીઓ કેન્સલ કરી હતી.

Read About Weather here

આરટીઇ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ જાહેર કરાઈ હતી. આરટીઈ એડમિશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે ૧૨ દિવસનો સમય વાલીને આપવામાં આવ્યો હતો. એડમિશન માટે વાલીએ કરેલી અરજીમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે  ફરી એક તક ૨૫થી ૨૭ એપ્રિલ સુધી આપવામાં આવી હતી, ત્યાર બાદ જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તેની ચકાસણી ૨૫થી ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવી છે અને ત્યારબાદ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ૩ મેના રોજ શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here