સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read About Weather here

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ એટલે કે 5 થી 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 અને 6 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે. જ્યારે 7 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here