ગુજરાતભરમાં પંચાયત અને પાલિકાને કરવેરા વધારવા સૂચના…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં ખર્ચ વધી રહ્યો છે અને આવક ઘટી છે, ત્યારે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડે છે. આ સંજોગો નિવારવા માટે સરકારે સંસ્થાઓને પોતાના વેરા વધારવાની ભલામણ નહીં પણ સૂચના આપી ગુજરાત ભરમાં હવે કરવેરા વધી શકે છે! સરકારે સ્પષ્ટ આદેશ કર્યો છે કે સરકાર પાસે વેરા માફ કરવાની અપેક્ષા રાખશો નહીં. જેટલો ખર્ચ કરો છો એટલી આવક વધારો..!

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં જંત્રીના દરોમાં બમણાં વધારા પછી રાજ્યની કથળતી હાલત સુધારવા મુખ્યમંત્રી કક્ષાએથી વેરો વધારવાના પંચાયતો અને પાલિકાઓ વેરા વધારા માટે સજ્જ બની રહી છે. આપેલા નિર્દેશ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે! રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેમની આવકના સાધન જાતે ઉભા કરવાના આદેશ પછી સ્થાનિક કક્ષાએ વિવિધ વેરામાં વધારો થવાની દહેશત છે…!

Read Saurashtra Kranti E-Paper here

ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની સંવાદ બેઠકમાં મુખ્યમંત્રીએ આ સંસ્થાઓને વેરો વધારવાની તાકીદ કરી હતી. પાલિકાઓની કથળતી જતી આર્થિક સ્થિતિને ધ્યાને લઇ તેમને મજબૂત કરવા વેરા વધારાનો વિકલ્પ આપ્યો હતો. હવે જો મુખ્યમંત્રીના આ સૂચનનો અમલ થયો તો દરેક ગુજરાતી માથે કરવેરાનો બોઝ વધી જશે. મોંઘવારી વધી રહી છે એમ રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં ખર્ચ વધી રહ્યો છે અને આવક ઘટી છે, ત્યારે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડે છે. આ સંજોગો નિવારવા માટે સરકારે સંસ્થાઓને પોતાના વેરા વધારવાની ભલામણ નહીં પણ સૂચના આપી છે…!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here