એસ.ટી બસના મુસાફરો સાથે સારું વર્તન કરવા દરેક ડેપો મેનેજર અને સ્ટાફને આદેશ

આજે એસ.ટીની 151 નવી બસનું લોકાર્પણ
આજે એસ.ટીની 151 નવી બસનું લોકાર્પણ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત સ્ટેન્ડ પર બસ ઉભી રાખવા, ઉતારૂં હાથ ઉંચો કરે તો બસ ઉભી રાખવા, મુસાફરો સાથે સારું વર્તન કરવા, કોઈ મુસાફર રહી ન જાય તેની ચોક્કસાઈ કરીને જ બસ ઉપાડવા નિગમનો સ્પષ્ટ આદેશ

મુસાફર જનતાની સુવિધા વધારવા અને સારી સગવડો આપવા એસ.ટી નિગમ દ્વારા નિર્ધારિત તમામ નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા રાજ્યના દરેક ડેપો મેનેજર, બસ ડ્રાઈવર અને કંડકટરને કડક સુચના

ગુજરાતમાં એસ.ટી બસ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને કોઈ તકલીફ કે અગવડ ન પડે અને સારી સગવડ તથા સેવાઓ મળે એ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે મુસાફર જનતા માટે અને એસ.ટી ની સેવાઓ માટે નિશ્ચિત કરેલા તમામ નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા દરેક એસ.ટી ડેપોના નિયામક, ડ્રાઈવર, કંડકટર તથા એસ.ટી સ્ટેન્ડના સ્ટાફને સ્પષ્ટ આદેશ આપ્યો છે. મુસાફરો સાથે સૌમ્ય અને સારું વર્તન કરવાની ખાસ સુચના આપવામાં આવી છે. મુસાફરો સાથે ખરાબ વર્તન, પુરતી માહિતી ન અપાતી હોવાની ફરિયાદ અને છુટા નાણા પાછા આપતા ન હોવાની ઢગલાબંધ ફરિયાદ એસ.ટી સ્ટાફ પર નિગમે લાલઆંખ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

દરેક મહાનગરો અમદાવાદ, નડીયાદ, પાલનપુર, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભુજ, જામનગર, વલસાડ, સુરત, ગોધરા, ભરૂચ, વડોદરાના એસ.ટી વિભાગે નિયામકોને નિગમ દ્વારા લેખિત આદેશ આપવામાં આવ્યો છે કે, મુસાફર જનતા એસ.ટી નિગમની સર્વિસો માટે આગવું સ્થાન ધરાવતી હોવાથી અને નિગમ એ મુસાફર જનતા માટે સૌથી મોટી અને વિશ્વસનીય પરિવહન સેવા હોવાથી મુસાફરો સાથે સારું વર્તન કરવું એ સ્ટાફની નૈતિક ફરજ બને છે. એટલે નિગમના સર્વિસ ક્રુ દ્વારા નિયત સ્ટેન્ડ પર બસ ઉભી રાખવી, મુસાફર હાથ ઉંચો કરે તો બસ ઉભી રાખવી અને મુસાફરો સાથે સારું વર્તન કરવું એ આપની નૈતિક ફરજ છે.

પત્રમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, નિયત સ્ટેન્ડ પર બસો ઉભી રખાતી ન હોવાની, સ્ટાફ દ્વારા ખરાબ વર્તન અંગેની, બસ સ્ટેન્ડ પર તૈનાત સ્ટાફ દ્વારા પુરતી માહિતી અપાતી ન હોવાની તેમજ રાજ્યના અંતરયાળ વિસ્તારમાં ટિકિટ ભાડાના નાણા કાપી બાકી નાણા પરત કરતા ન હોવાની ફરિયાદો અવારનવાર મળતી રહે છે. જેથી નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે છે. વળી મુસાફરો એસ.ટી સિવાયની મુસાફરી કરવા પ્રેરાય એ સ્વાભાવિક છે.તમામ ડેપો મેનેજરને અને સ્ટાફને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ નિયમનો ચુસ્તપણે અમલ કરવો તેમજ વિભાગીય નિયામક, ડેપો મેનેજર, ડીટીઓ વગેરેએ મોનીટરીંગ કરતા રહેવું. સ્ટાફને નીચે મુજબ આદેશ અપાયો છે.

નિયત કરેલ પીકઅપ સ્ટેન્ડ પરથી જ મુસાફરોની ચઢ-ઉતર કરાવવાની રહેશે, દરેક કંડકટરે પોતાની પાસે વિહીસલ અચૂક રાખવાની રહેશે, દરેક કંડકટરે રીવર્સ પ્રોસીઝર અંગેની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવો, દરેક બસ સ્ટેન્ડ પરનો સ્ટાફ મુસાફરો સાથે સૌમ્ય વર્તન કરે એ જરૂરી, દરેક ડ્રાઈવર પોતાની ફરજ દરમ્યાન બસમાં મહતમ મુસાફરો મેળવવા હકારાત્મક પ્રયત્ન કરે એ ઇચ્છનીય, દરેક સ્ટાફ સભ્યોએ મુસાફરો સાથે માયાળુ વર્તન કરી તેઓને મદદરૂપ થવાની ભાવના સાથે ફરજ બજાવવાની રહેશે, દરેક કંડકટરે બસ ઉપડતા અગાઉ વિહીસલનો ઉપયોગ કરી મુસાફરોનું ધ્યાન ખેંચવા અને કોઈ મુસાફર રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે, દરેક કંડકટરે પોતાની ફરજ દરમ્યાન જે તે બસ સ્ટેશન, પીકઅપ સ્ટેન્ડ, કંટ્રોલ પોઈન્ટ પરથી ઉપાડતા અગાઉ વિહીસલ મારી મુસાફરોનું ધ્યાન ખેંચવા તથા પોતાની ફરજવાળી બસનો આગળનો રૂટ તથા આવનારા સ્ટોપની જાણકારી માટે મોટેથી અવાજ લગાવી ઉતારૂંઓનું ધ્યાન ખેંચવાનું રહેશે.

Read About Weather here

બધા મુસાફરો બસમાં બેસી જાય પછી જ કંડકટરે બસમાં બેસવાનું રહેશે, દરેક કંડકટરે જરૂરિયાત મુજબના છુટા નાણા સાથે રાખવાના રહેશે જેથી મુસાફરોમાંથી કોઈ ફરિયાદ ન થાય, ઓનલાઈન રીઝર્વેશન ધરાવતા મુસાફરો રહી ન જાય તેનું ધ્યાન રાખવું અને દરેક સ્ટાફ મેમ્બરે બ્રેકડાઉન કે અન્ય કોઈ આપાતકાલીન સ્થિતિમાં નિગમની મિલ્કત, મુસાફરો કે પોતાના જાનમાલને નુકશાન ન થાય એ રીતે સુજ્બુજથી વર્તન કરવાનું રહેશે.તમામ સૂચનાઓનો અમલ કરાવવા વિભાગીય નિયામક દરેક ડેપો મેનેજર અને ડીટીઓને અંગત ધ્યાન આપવાની સુચના આપે અને સૂચનાઓનો અમલ થાય એવી નિગમે તાકીદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here