કોરોનાનાં બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ-2022નું આયોજન

કોરોનાનાં બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ-2022નું આયોજન
કોરોનાનાં બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ-2022નું આયોજન
અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022નું આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી કાર્નિવલનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવાની તૈયારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

લેસર શો, મલ્ટિમીડિયા શો વગેરેની નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે. કાર્નિવલમાં નામાંકિત કલાકારો એવા સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નાનાં બાળકો રમતગમતની મજા માણી શકે તેના માટે બાળનગરી પણ બનાવવામાં આવશે.

25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યમંત્રીના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાશે.લાઈવ કેરેક્ટર, જાદુગર શો, બહુરૂપિયા, હોર્સ શો, ડોગ શો તેમજ પપેટ શો પણ યોજવામાં આવશે. ચાલુ વર્ષે આતશબાજી યોજવામાં આવશે નહિ. કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકો ફૂડની મજા માણી શકે તેના માટે ફૂડ ફેસ્ટિવલ પણ રાખવામાં આવ્યો છે. સાઈકલ રેલી, બ્લડ ડોનેશન કેમ્પ, લાફિંગ ક્લબ કાર્યક્રમ, યોગા એરોબિકસ, ઝૂમબા અને મલ્ટિમીડિયા શો પણ યોજાયો છે. કાર્નિવલનું એવું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી ત્રણ વર્ષથી જે કાર્નિવલની મજા લોકો માણી શક્યા ન હતા તે આ વર્ષે માણી શકશે.

Read About Weather here

કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો આવતા હોય છે. બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રોજના 2.50 લાખ જેટલા લોકો કાંકરિયાની મુલાકાત લે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ રહી છે અને તેને લઈને તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાત દિવસ સુધી યોજાનારા આ કાર્નિવલમાં ચાલુ વર્ષે દર વર્ષ કરતાં વધુ લોકો આવે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાત દિવસ સુધી તમામ લોકોને કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશ મફત આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here