ગોપી રાસોત્સવની તડામાર તૈયારી: મહિલાઓમાં ઉત્સાહ

ગોપી રાસોત્સવની તડામાર તૈયારી: મહિલાઓમાં ઉત્સાહ
ગોપી રાસોત્સવની તડામાર તૈયારી: મહિલાઓમાં ઉત્સાહ

સરગમ ક્લબ દ્વારા તા.26મીથી ભવ્ય આયોજન

મુંબઈ અને રાજકોટના સિંગરો ધુમ મચાવશે, ફોર્મ વિતરણ ચાલુ

નવરાત્રીનો નવલો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે  સરગમ લેડિઝ કલબે ગોપી રાસોત્સવ માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી  દીધી છે.

 આ ગોપી રાસ  બહેનોના ગરબા માટે જાણીતા  એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ (ડી.એચ.)ના મેદાનમાં યોજાવાના છે અને બહેનોનો ધસારો જોતાં આ વખતે ગોપી રાસ ધૂમ મચાવશે તેવું સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યુ છે.

તેમણે કહ્યું છે કે, તમામ ક્ષેત્રે મોંઘવારીની અસર હોવા છ્તા માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

 સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતાએ જણાવ્યુ છે કે, તા. 26/9/22 થી 5/10/22 સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાવાનો છે અને આ વખતે બહેનોનો ઉત્સાહ પણ વધુ જોવા મળી રહ્યો છે.

આ વખતે  સિઝન પાસ માટે ટોકન ફી રાખવામાં  આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 10 દિવસના ફક્ત 400 રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 10 દિવસના સીઝન પાસના 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.

Read About Weather here

આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે. આ ફોર્મ આમ્રપાલી લાઈબ્રેરી – આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી-મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી (શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ-101), કેનાલ રોડ સેન્ટર-દેના બેંકની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન (જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક (યાજ્ઞિક રોડ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવમાં રોજેરોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here