ગાંધીનગર શહેરમાં 5 વર્ષમાં 845 અકસ્માત થયા

બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...
બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...

વર્ષ 2018માં  સૌથી વધુ 46 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

ધીમે ધીમે જેમ વસ્તીમાં વડધરો થતો જાય છે તેમ વાહનોની સંખ્યામાં પણ  વધારો થતો રહ્યો છે, તેમ તેમ અકસ્માતનું  પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગર શહેરના માત્ર 3 પોલીસ મથક વિસ્તારમાં 845 વાહન અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં 189 લોકોએ માત્ર રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના ખુલ્લા રસ્તા ઉપર વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોય છે. જેમાં રાત્રિના સમયે યુવાનો બાઇક લઇને સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. પોતાની સારી અને પ્રતિષ્ઠિત છાપ દર્શાવવા  માટે તદુપરાંત  સોશિયલ  મીડિયામાં  માત્ર ફોલોવર્સ  વધારવા માટે લોકો પોતાની જાતને જોખમમાં મૂકી અલગ અલગ રીતે વિડીયો શૂટિંગ કરતાં હોય છે.

 તેવા સમયે ગાંધીનગર શહેરના સેક્ટર 7, સેક્ટર 21 અને ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમા 845 રોડ ઉપર વાહન અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જ્યારે 5 વર્ષ દરમિયાન 189 લોકો મોતને ભેટ્યા છે. તેવા સમયે વાહન ચાલકોએ સીટ બેલ્ટ અને ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઇએ.

વર્ષ 2017માં 239 અકસ્માત થયા હતા, જેમાં 42 મોત થયા હતા.

જેમાં સેક્ટર 7 પોલીસ મથક વિસ્તારમાં 17, સેક્ટર 21માં 13 અને ઇન્ફોસિટીમાં 12, વર્ષ 2018માં 197 અકસ્માત, જેમાં 46 મોત, સેક્ટર 7 પોલીસ મથકમાં 17, સેક્ટર 21માં 11 અને ઇન્ફોસિટી વિસ્તારમાં 18, વર્ષ 2019માં 183 અકસ્માતમાં 41 મોત, જેમાં સેક્ટર 7 પોલીસ મથકમાં 13, સેક્ટર 21માં 9 અને

Read About Weather here

ઇન્ફોસિટીમાં 19, વર્ષ 2020માં 111 અકસ્માતમાં 25 મોત, સેક્ટર 7 મથક વિસ્તારમાં 9, સેક્ટર 21માં 6 અને ઇન્ફોસિટી પોલીસ મથકમાં 10 મોત અને વર્ષ 2021માં 115 અકસ્માતમાં 35 મોત, જેમાં  સેક્ટર 7 વિસ્તારમાં 20 મોત, સેક્ટર 21માં 7 મોત અને ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારમાં 8 મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here