ગુજરાતમાં ડ્રગ્સ જપ્તીનો કેસ: ૬-પાકિસ્તાની સામે ચાર્જશીટ

ગુજરાતમાં ૨૩૭ કિલોગ્રામ નશીલા પદાર્થોના જથ્થો પકડાયાના એક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સાત વ્યક્તિ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ સાત જણમાં છ પાકિસ્તાની નાગરિક છે. અમદાવાદમાં સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં પાકિસ્તાનના કરાચીના વતનીઓ સફદર અલી, અલાહી દાદ અંગિયારા, અઝીમ ખાન, અબ્દૃુલ અઝીઝ, અબ્દૃુલ ગફૂર, મોહમ્મદ મલાહ તેમજ ગુજરાતના દ્વારકાના વતની રમજાન સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ નશીલા પદાર્થોનો જથ્થો ૨૦૧૯ની ૨૧ મેએ કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક પકડાયો હતો.

ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ પાકિસ્તાનના અલ-મદીના જહાજને ભારતની જળસીમાની અંદર આંતર્યું હતું અને એમાંથી ૨૩૭ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો તથા એમાંના તમામ છ પાકિસ્તાની તથા એક ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીઓ આ નશીલા પદાર્થો દાણચોરીથી ગુજરાતમાં ઘૂસાડી રહૃાા હતા.