ખોટી જગ્યાએ ખોટા પાર્કિંગને મોટી સમસ્યા ગણાવતા નીતિન ગડકરી

ખોટી જગ્યાએ ખોટા પાર્કિંગને મોટી સમસ્યા ગણાવતા નીતિન ગડકરી
ખોટી જગ્યાએ ખોટા પાર્કિંગને મોટી સમસ્યા ગણાવતા નીતિન ગડકરી
કેન્દ્રનાં વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ વાહનોનું ખોટી જગ્યાએ અને ખોટી રીતે પાર્કિંગ કરવાની વૃતિને શહેરી વિસ્તારોના મોટા દુષણ સમાન ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે કેટલાય પરિવારો પાસે ઘરના સભ્યદીઠ કાર હોય છે પણ નવા પાર્કિંગ પ્લેસ ક્યાંય ઉભા કરાતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીમાં રસ્તા પહોળા કરાય તો રસ્તાનો પાર્કિંગ તરીકે જ ઉપયોગ થવા લાગે છે. દિલ્હી ખાતે એક શિખર પરિષદમાં વાતચીત કરતા ગડકરીએ દર્શકોની સાથે જ હસતા- હસતા એવું જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસ્વીર મોકલે તો રૂ.500 નું ઇનામ આપવાનું નિયમ બનાવવાનું અમે વિચારીએ છીએ. જે વ્યક્તિ આવી તસ્વીર મોકલે તેને રૂ.500 ઇનામ અને ખોટું પાર્કિંગ કરનાર વાહન માલિકને રૂ.1 હજાર દંડ કરવાનું હું વિચારું છે.

Read About Weather here

આવું બોલીને તેઓ હસવા લાગ્યા અને ઓડીયન્સ અને દર્શકો પણ હસવા લાગ્યા હતા.તેમણે કહ્યું હતું કે, નાગપુરમાં મારા ઘરમાં 12 કારનાં પાર્કિંગની મેં વ્યવસ્થા રાખી છે. એટલે એકપણ વાહન અમે રસ્તા પર પાર્ક કરતા નથી. તેમણે ભારત માટે ઇલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું. ગડકરીની આવો નવો કાયદો લાવવાની વાતને કોઈ કાનુની સમર્થન છે કે કેમ એ હજુ સ્પષ્ટ થયું નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here