રાજકોટમાં ફરી બહાર આવી વગદારોની લીલા; પ્લોટ પચાવી પાડયાની અરજદારની રજૂઆત

રાજકોટમાં ફરી બહાર આવી વગદારોની લીલા; પ્લોટ પચાવી પાડયાની અરજદારની રજૂઆત
રાજકોટમાં ફરી બહાર આવી વગદારોની લીલા; પ્લોટ પચાવી પાડયાની અરજદારની રજૂઆત
થોડી અમથી રાજકીય વગ હોય તો અનેક એવા લોકો હોય છે કે જે ન કરવાના કામ પણ કરવા લાંગતા હોય છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સામાકાંઠાના વિસ્તારમાં રહેતા નિખીલભાઇ હિંમતભાઇ રંગાણીએ સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલકાત લઇને પોતાની વ્યથા ઠાલવી હતી. નિખીલભાઇએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેના પિતા વખતનો સાત હનુમાન મંદિર પાસે મહાકાલેશ્ર્વરધામ કો.ઓ.હા.સોસા (સુચિત)માં પ્લોટ છે જેમાં રમેશ ટીડા મકવાણા, જીતુભાઇ, જયંતીભાઇએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો છે અને તેના વિરૂધ્ધ સ્થાનિક કુવાડવા પોલીસ તથા પોલીસ કમિશનરને અનેક વખત રજૂઆત કરવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકતી નથી કારણ કે રાજકીય વગ ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી અરજદારે પોતાનો પ્લોટ દબાવનાર ભુમાફીયાઓ સામે લડતના મંડાણ માડ્યા છે પરંતુ પોલીસની પણ ક્યાંક સાંઠગાંઠ હોવાને કારણે ન્યાય મળી જ ન શક્યોનો વસવસો વ્યકત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અરજદારે વધુમાં જણાવ્યું હતું કે 2013માં મારા પિતા સહિત અમારા આખા પરિવારે દવા પીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા-પિતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું અને અમે બે ભાઇઓ સારવાર બાદ બચ્યા હતા.મારા પિતાએ આર્થિક સંકડામણને કારણે જીંદગી ટુંકાવી હતી અમારી પાસે હાલમાં મૂડી તરીકે એક પિતાનો વારસામાં મળેલો એક આ પ્લોટ જ હતો જેના કાગળો પણ અમારી પાસે છે. પરંતુ ભુમાફીયા ઉંચી વગ ધરાવતા હોવાને કારણે કંઇ કાર્યવાહી થઇ શકી નથી.અરજદારે પોલીસને અનેક વખત અરજીઓ કરી હોવા છતાં પોલીસ તરફથી પણ સહકાર ન મળ્યો. અરજીમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ફરિયાદીના પિતા હિંમતભાઈ ભવાનભાઈ રંગાણી કે જેઓએ મહાકાલેશ્ર્વ2ધામ કો.ઓ.હા.સોસા. (સુચિત)માં તા.22/06/1999 ના રોજ સુચિત સોસાયટીમાંથી એક પ્લોટ લીધેલ હતો.

જે પ્લોટ નં. 23ની જમીન ચો.વા.આ. 419-44 છે અને આ સોસાયટી દ્વારા અમારા પિતાને શેર સર્ટીફિકેટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું અને જે હાલમાં અમારી પાસે અસલ છે.અમો ફરિયાદીના પિતા તથા માતાનું અવસાન તા.30/01/2013 ના રોજ થયેલ છે અને અમોના માતા-પિતાના અવસાન પહેલા પ્લોટ અમારા પિતાએ અન્ય કોઈ વ્યકિતને વેંચાણ કે તબદીલ કે ગીરવી મુકેલ નથી, જેની અમોને સ્પષ્ટ ખાત્રી છે. ઉપરોકત પ્લોટ અમારા પિતાના એકમાત્ર માલિકીનો અને કબ્જા ભોગવટાનો છે અને પ્લોટમાં અમોએ એક વર્ષ પહેલા સાફસફાઈ ક2ી પ્લોટ ફરતે દિવાલનું બાંધકામ કરી ડેલો મુકેલ છે અને પ્લોટનો કબ્જો હાલ અમો અમારા પિતાના સીધીલીટીના વારસદાર હોય જેથી અમારી પાસે જ છે. પરંતુ અમોને થોડા દિવસ પહેલાં અમારા પિતાની મિલ્કત ઉપર અન્ય કોઈ અજાણી વ્યક્તિએ કબ્જો કરી લીધેલ હોય જેની જાણ અમોને થતાં અમોએ સ્થળ ઉપર જઈ તપાસ કરતાં જોવા મળેલ કે, અમારા પિતાની મિલ્કતમાં જીતુભાઈ નામ લખેલું બોર્ડ મારેલા છે અને જેમાં લખેલ છે કે, આ પ્લોટ મારી માલિકીનો છે અને નીચે મોબાઈલ નંબર દર્શાવેલ છે.

આમ પ્લોટ ઉપર ગે2કાયદેસર રીતના આ જીતુભાઈ નામની વ્યક્તિએ કબ્જો કરી લીધેલ છે. જે અંગે અમોએ સૌપ્રથમ કુવાડવા પો. સ્ટે. માં આરોપી જીતુભાઈ વિરૂધ્ધ તા.18 /06/2020 ના રોજ લેખિત ફરીયાદ આપેલ હતી અને ત્યારબાદ બે-ત્રણ દિવસ બાદ આ કામના આરોપી નં. 2 તથા આરોપી નં. 3નાએ કોઈપણ જાતના દસ્તાવેજ તેમજ અન્ય પુરાવા વગર અમારા પિતાની મિલ્કતમાં બન્ને આરોપીઓએ નામ તેમજ મોબાઈલ નંબર લખેલું બોર્ડ મારેલ છે.આમ, ઉપરોકત વિગતે અમારા પિતાની માલીકી, કબ્જા ભોગવટાના ઉપ2ોકત પ્લોટ નં, 23માં ઉપરોકત વિગતે અન્ય ત્રણ ત્રાહિત વ્યકિતઓએ પોતાના નામ અને મોબાઈલ નંબર લખેલા બોર્ડ મારી દીધેલ હોય અને ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવાનો પ્રયત્ન કરેલ હોય, અમોએ આપ સાહેબ સમક્ષ તા.05/07/2020 ના રોજ લેખિત ફોજદારી ફરિયાદ 2જુ કરેલ છે. પરંતુ અમારી ફરીયાદ અન્વયે આજદિન સુધી આરોપીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી થયેલ નથી. જેથી અમારે આજરોજ ફરીથી આ લેખિત ફોજદારી ફરિયાદ આપવાની ફરજ પડેલ છે. વિશેષમાં અમો જણાવીએ છીએ કે, પ્લોટમાં અમો ફરિયાદીના નામનું પી.જી.વી.સી.એલ.નું વિજ કનેકશન ગ્રાહક નંબર 1727/12928439 થી આવેલ છે. જે અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા આપવામાં આવેલ લેટરની નકલ આ સાથે જોડેલ છે.

Read About Weather here

ઉપરોકત આરોપીઓએ અમારા પ્લોટના ડેલાનું તાળુ તોડી, તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમારૂ વિજ મીટર ઉતારી લીધેલ છે અને પ્લોટની બહાર વીજ પોલ ઉપર લગાડી દીધેલ છે.ઉપરોકત તમામ હકીકત ધ્યાનમાં લઈ આ કામના આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી પકડી પાડી સખ્ત કાનુની કાર્યવાહી કરવા અમો ફરિયાદીની આ લેખિત ફરીયાદ છે.આગામી અરજદારને પોલીસ દ્વારા ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું અને ભુમાફીયા સામે કોઇ કાર્યવાહી થઇ શકશે કે રાજકીય છાયાની અંદર આવી જવાથી માફ કરી જવા દેવામાં આવશે તે જોવાનું રહ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here