સેનેગલના આગ હોનારત: 11 નવજાતના મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પશ્ર્ચિમ આફ્રિકી દેશ સેનેગલ ખાતે એક ભારે મોટી દુર્ઘટના બની છે. તિવાઉને ખાતે એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 11 નવજાત બાળકોના મોત થયા છે. સેનેગલના રાષ્ટ્રપતિ મૈકી સૈલના હવાલાથી આ જાણકારી સામે આવી છે.સેનેગલના રાજનેતા ડીઓપ સીના કહેવા પ્રમાણે આ હોનારત તિવાઉનેના પરિવહન કેન્દ્ર ખાતે મામે અબ્દૌ અજીજ સી દબાખ હોસ્પિટલ ખાતે બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

શોર્ટ સર્કિટના કારણે આ પ્રકારે આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે.રાષ્ટ્રપતિ મૈકી સૈલના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, મેં તાજેતરમાં એક ખૂબ જ દુ:ખદ અને નિરાશાજનક સમાચાર સાંભળ્યા.

Read About Weather here

તિવાઉને ખાતેની એક સાર્વજનિક હોસ્પિટલના નવજાત બાળકોના વિભાગમાં આગ લાગવાના કારણે 11 નવજાત શિશુઓના મોત થઈ ગયા છે. સેનેગલના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી આગ હોનારતો પૈકીની એક છે. ગત વર્ષે પણ સેનેગલ ખાતેની એક ખાનગી હોસ્પિટલના નિયોનેટેલ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 બાળકોના મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here