અમદાવાદમાં એશિયન સિરામિક અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં આવકવેરાના દરોડા

અમદાવાદમાં એશિયન સિરામિક અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં આવકવેરાના દરોડા
અમદાવાદમાં એશિયન સિરામિક અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં આવકવેરાના દરોડા

અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે 35 થી 40 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે. આવકવેરા વિભાગને આ કાર્યવાહીમાં મોટો દલ્લો મળે તેવી શક્યતા છે. તપાસનો દોર મોરબી અને ગુજરાત બહાર પણ લંબાયો છે.અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. સિમંધર ફાઈનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરમાં ઓફિસો ધરાવે છે. એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે તપાસ હાથ ધરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

એશિયન ગ્રુપના ડિરેક્ટોર્સના નિવાસસ્થાનો પર વહેલી સવારથી જ સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઈંઝના અધિકારીઓઓ 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેરના ઈસ્કોન ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસમાં પણ દરોડા પડ્યા છે. તો બીજી તરફ હિંમતનગરમાં આવેલી ફેક્ટરી પર પણ દરોડા પડ્યા છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના અમદાવાદમાં વસવાટ કરતા તમામ ભાગીદારો પર પણ ઈન્કમટેક્ષની રેડ પડી છે. એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે.

Read About Weather here ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જોઈન્ટ વેન્ચર પર તપાસ થઈ રહી છે. અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં ઈંઝ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં તપાસ ચાલી રહી છે. છેક ગુજરાત બહાર પણ ઈંઝની તપાસ લંબાવાઇ છે. મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ ઈંઝ વિભાગે તપાસ હાથ ધરી છે. ઈંઝ વિભાગે પોલીસના મોટા કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ તપાસમાં ઈંઝના 200 અધિકારીઓ જોડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here