કચ્છનાં અખાતમાં ભારતનું દમદાર શક્તિ પ્રદર્શન, વાયુસેના અને ભૂમિદળની સંયુક્ત કવાયત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતમાં ભૌગોલિક રીતે અત્યંત મહત્વપૂર્ણ કચ્છના અખાતમાં ભારતીય નૌકાદળના જહાજની મદદથી ભારતીય હવાઈદળ અને ભૂમિદળ દ્વારા જોરદાર સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં વાયુસેના અને ભારતીય લશ્કરનાં જવાનો જોડાયા હતા. તેમ નૌકાદળનાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. લશ્કરીદળોની હેરફેર માટેનું ભારતીય નૌવસેનાનું સૌથી મોટું જહાજ આઈએનએસ જલાશ્ર્વ દરિયાઈ લશ્કરી કવાયતમાં જોડાયું હતું અને દિલધડક કવાયતો હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

નૌકાદળના મહત્વના અંગ સમાન આ જહાજ ભારતે 2005માં અમેરિકા પાસેથી મેળવ્યું હતું અને જૂન 2007 થી નૌકાદળનાં કાફલામાં જોડાયું હતું. નૌકાદળનાં ઉચ્ચ સુત્રોએ જણાવ્યું હતું કે, દેશની દરિયાઈ સીમાઓની બંને તરફ લશ્કરીદળોની જમાવટ અને યુધ્ધ જહાજોના પેટ્રોલિંગની સાથે ભારતનાં વિશાળ દરિયાઈ સીમાળા અને સાથે-સાથે દરિયાઈ સંપતિ અને મેરીટાઈમ હિતોનું રક્ષણ કરવાની દિશામાં આઈએનએસ જલાશ્ર્વ નૌકાદળનું મહત્વનું શસ્ત્ર બન્યું છે. આ જહાજ રાષ્ટ્રની દરિયાઈ સીમાની સુરક્ષાની નૌકાદળની લશ્કરી ફિલસુફીમાં ખૂબ મદદરૂપ બને છે.આ જહાજ પરિવહન માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. જહાજ પર 6 સીકિંગ હેલીકોપ્ટર સાથે રાખવાની પણ સુવિધા છે. આ એકમાત્ર એવું નૌકા જહાજ છે જેની અમેરિકા પાસેથી ખરીદી કરવામાં આવી છે. આ જહાજ પૂર્વ નૌકા કમાન્ડ માટે સેવા બજાવે છે અને વિશાખાપટ્ટનમનાં કાંઠે લાંગરવામાં આવે છે.

Read About Weather here

તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશનાં નૌકાદળો દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ બંગાળનાં અખાતમાં હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી સતત સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ શરૂ રહ્યું હતું. જેમાં ભારતનાં યુધ્ધ જહાજો આઈએનએસ કોરા અને આઈએનએસ સુમેધા તેમજ બાંગ્લાદેશનાં યુધ્ધ જહાજ અલીહૈદર તથા અબુઉબેદા કવાયતમાં જોડાયા હતા. બંને નૌકાદળનાં મેરીટાઈમ પેટ્રોલ વિમાનો દ્વારા પણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here