લોકોની સુરક્ષા જાળવવા ગૃહમંત્રાલય સજ્જ: ગૃહમંત્રી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણતા રાજા નાટક નિહાળશે. ત્યારે હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા છે અને તેઓએ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. અને તેમણે જણાવ્યું હતું કે, રાજકોટની પોલીસ અને લોકો વચ્ચે અંતર છે તે ઓછુ કરવા પ્રક્રિયા હાથ ધરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, બેઠકમાં રાજકોટના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો જે અવાજ અને માંગણીઓ હતી તે નાગરિકોના હિતની હતી. રાજકોટના પ્રતિનિધિઓએ ટ્રાફિક પોલીસ દ્વારા થતી હેરાનગતિ કઈ રીતે રોકવામાં આવે તેવી પણ ચર્ચા કરી હતી. પરંતુ હું વિશ્ર્વાસ અપાવું છું કે, રાજકોટની પોલીસ અને લોકો વચ્ચે જે અંતર છે તે ઓછું થાય તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઇ છે. રાજકોટ પોલીસના બીજા અનેક પ્રોજેક્ટ પર અમારી ચર્ચા થઈ છે.

રાજકોટના લોકો અને પોલીસ વચ્ચે દો દિલ એક જાન થાય તેવું કાર્ય કરવામાં આવશે. આ જવાબદારી ગુજરાત પોલીસ, રાજકોટ પોલીસ અને ગૃહ વિભાગની છે અને તે પૂર્ણ કરવાની ખાતરી આપુ છું. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આટકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. આયોજક અને સુરક્ષાની તમામ એજન્સીઓ સાથે સંકલનની બેઠક યોજાશે. રાજકોટના અનેક લોકોને મળવાનો મને મોકો મળશે. રાજકોટના નેતાઓ સાથે શહેરના વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા થઈ છે. લોકોને અને લોકોની સુરક્ષા માટે ખાસ કરીને ગૃહ મંત્રાલય ખૂબ જ સજ્જ છે. ગુજરાતમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેમાં ત્વરીત નિર્ણયો, ત્વરિત ચાર્જશીટો અને એ ચાર્જશીટ પર કાયદા વિભાગ દ્વારા ફોલોઅપ લેવામાં આવે છે. અનેક કેસોમાં તાત્કાલિક ન્યાય મળે તે માટે સરકાર કામ કરી રહી છે.

રાજકોટના નાગરિકોને હું વિશ્વાસ અપાવા માગુ છું કે, ગુજરાતનું ગૃહ વિભાગ અને રાજકોટ પોલીસ એ સમાજ સુરક્ષાને લઇને, સોશિયલ પોલિસીંગને લઇને નવા આયામો સાથે રાજકોટમાં કામગીરી કરવા જઈ રહી છે. રાજકોટમાં જાણતા રાજા નાટક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટકોટ કાર્યક્રમ લઈને માહિતી મેળવી હતી.

રાજકોટમાં શિવાજી મહારાજ પર નાટ્ય શો જાણતા રાજાનો રેસકોર્સ મેદાનમાં પ્રારંભ થયો છે. ત્યારે હર્ષ સંઘવીએ તેની સાઈટ વિઝીટ લીધી હતી. હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને આટકોટમાં ચાલી રહેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે. તેમજ જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે તે કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં હર્ષ સંઘવીએ વિવિધ મુદે ચર્ચા પણ કરી હતી.

Read About Weather here

તેમજ ભાજપના કાર્યકરો સાથે પણ બેઠક કરી હતી. આ સિવાય હર્ષ સંઘવી સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાથે પણ બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધા બાદ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here