ગુજરાત STની અસલામત સવારી…!

ગુજરાત STની અસલામત સવારી…!
ગુજરાત STની અસલામત સવારી…!
વાસણાની મહિલા ભાઈ સાથે ગાંધીનગરથી પરત ફરી રહી હતી ત્યારે એનઆઈડી પાસે ઘટના બનીવાસણામાં મોડી સાંજે ગાંધીનગરથી આવેલી એસ.ટી બસના ચાલકે બમ્પ કુદાવતા પાછળની સીટ પર બેઠેલા 37 વર્ષીય મહિલાને કમરના ભાગે મણકામાં ફેકચર થયું હતું. આ બનાવ અંગે મહિલાએ બસના ડ્રાઇવર વિરુધ્ધ એન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વાસણા રામકૃષ્ણ કોલોનીમાં 37 વર્ષીય શીતલબેન સાગરા પરિવાર સાથે રહે છે અને તેઓ અને તેમના ભાઇ ગાંધીનગર સચિવાલયમાં એકાઉન્ટન્ટ તરીકે કોન્ટ્રાક બેઝ ઉપર છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે. 19 મે નારોજ સાંજે શીતલબેન તેમના ભાઇ સાથે ગાંધીનગરથી એસ.ટી.બસમાં છેલ્લી સીટ પર બેઠા હતાં. એસટી બસ પાલડી એન.આઇ.ડી ત્રણ રસ્તાથી પસાર થતી હતી, ત્યારે બસના ડ્રાઇવરે બેદરાકરી પૂર્વક બમ્પ કૂદાવતા શિતલબેન ઉછળ્યા હતાં અને તેમનું માથું બસની ઉપરની જાળી સાથે અથડાઇને તેઓ સીટ પર પટકાયા હતા.

Read About Weather here

એસટી બસના બેજવાબદાર ડ્રાઈવિંગને કારણે જોરદાર રીતે પટકાયેલા શિતલબેનને કમરના ભાગે ઇજાઓ થઇ હતી. જેના કારણે તેમના બન્ને પગ સુન્ન થઇ ગયા હતાં અને તેઓ હલચ-ચલન પણ કરી શકતા ન હતા. આ બનાવ અંગે શિતલબેને ડ્રાઇવર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમને તેમના ભાઇ અને પિતા 108માં એસવીપી માં સારવાર અર્થે લઇ ગયા હતાં, જયાં સારવાર દરમિયાન તેમના કમરના ભાગે મણકામાં ફેકચર થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here