બિહારમાં લાલુ પ્રસાદ પર નવો કેસ: ઠેરઠેર સીબીઆઇના દરોડા

બિહારમાં લાલુ પ્રસાદ પર નવો કેસ: ઠેરઠેર સીબીઆઇના દરોડા
બિહારમાં લાલુ પ્રસાદ પર નવો કેસ: ઠેરઠેર સીબીઆઇના દરોડા
બિહારમાં રાજદના સર્વેસવા નેતા લાલુ પ્રસાદ યાદવની સમસ્યાઓનો કોઇ અંત આવતો લાગતો નથી. લાલુપ્રસાદ સામે સીબીઆઇએ એક નવો કેસ દાખલ કરી દિલ્હી અને બિહારમાં 16 સ્થળે દરોડા પાડતા અને તપાસ કરતા ખળભળાટ મચી  પામી છે. લાલુ પ્રસાદ અત્યારે તેની સામેના ચારા કાંડના પાંચમાં અને છેલ્લા કેસમાં જામીન પર છે. જામીન મળ્યા બાદ 73 વર્ષના નેતાને સારવાર માટે દિલ્હી એઇમ્સ ખસેડવામાં આવ્યા હતા.સીબીઆઇની સંખ્યાબંધ ટુકડીઓએ આજે નવી દિલ્હી, પટના, ગોપાલગંજ સહિત 16 સ્થળે સાગમટે દરોડા પાડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

લાલુપ્રસાદના ધર્મ પત્ની રાબડી દેવીના  સ્થાને સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. લાલુ પ્રસાદ 1990 થી 97ની વચ્ચે મુખ્યમંત્રી હતા ત્યારે ભરતીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાના આરોપસર સીબીઆઇએ નવો કેસ દાખલ કર્યો છે. જમીન સાટે રેલ્વેની નોકરીનો કૌભાંડ થયાનો ફરીયાદમાં આરોપ મુકાયો છે. લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ  મારા પિતાની લડતને કારણે ભ્રષ્ટાચારના કેસો કરવામાં આવી રહયા છે. જો લાલુજીએ ભાજપ સાથે હાથ મીલાવી લીધા હોત તો ભાજપ એમને રાજા હરીસચંદ્રનો દરજો આપી દેત. પણ આજે મારા પિતા આરએસએસ અને ભાજપ સામે ભારે લડત કરી રહયા છે. એટલે એમને જેલ વાસ ભોગવવો પડી રહયો છે. પણ લાલુજી  ડરી જવાના નથી.

Read About Weather here

કોંગ્રેસના અગ્રણી મહિલા નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટકોર કરી હતી કે, લાલુ પ્રસાદ યાદવ ભાજપના ધિક્કારના રાજકારણનો ભોગ બની રહયા છે. લાલુજીને ન્યાય મળે એવી હું આશા રાખુ છું. જે નવો કેસ દાખલ થયો છે એ લાલુ પ્રસાદ રેલ્વે મંત્રી હતા ત્યારની ભરતી પ્રક્રિયા અંગેનો છે.  કેસમાં લાલુ પ્રસાદ ઉપરાત એમના પત્ની રાબડી દેવી અને પુત્રી મીસાભારતી તથા અન્ય પરિવારજનોના નામ પણ આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે. મીસા ભારતી રાજયસભાના સભ્ય છે. સીબીઆઇએ નવા કેસમાં એવો આક્ષેપ કર્યો છે કે, રેલવેની નોકરીઓના બદલામાં લાલુપ્રસાદ અને એમના પરિવારજનોએ લાંચ રૂપે જમીનો અને અન્ય સંપતીઓ મેળવી હતી.  પ્રસાદના પરિવારજનોના અને સ્વજનોના આવાસો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. હજુ ગયા મહિને જ તેઓ જામીન પર છુટયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here