છેલ્લા 7 વર્ષમાં ગુજરાતમાં ખાનગી શાળાઓના 3 લાખ વિદ્યાર્થીઓનો સરકારી શાળાઓમાં પ્રવેશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતમાં સરકારી શિક્ષણ વધુ આધુનિક અને બહેતર બનવાને કારણે છેલ્લા 7 વર્ષ દરમ્યાન ખાનગી શાળાઓમાંથી 3 લાખ કરતા વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી સરકારી શાળાઓમાં હવે શિક્ષણ અપાઈ રહ્યું છે. જેના કારણે અમદાવાદ જેવા મહાનગરમાં પણ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો હોવાનું રાજ્યના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટીના રાજ્યનાં સરકારી શિક્ષણને લગતા આક્ષેપોને નકારી કાઢવા માટે રાજ્ય સરકારે ખાનગીમાંથી સરકારી શાળાઓ તરફ જતા વિદ્યાર્થીઓનાં આંકડા બહાર પાડ્યા છે. તાજેતરમાં દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનાં મત વિસ્તાર ભાવનગરની કેટલીક સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી અને સરકારી શિક્ષણ ખાડે ગયાનો આક્ષેપ કર્યો હતો.

રાજ્ય સરકારનાં શિક્ષણ ખાતાએ દાવો કર્યો છે કે, અતિઆધુનિક શિક્ષણ સવલતો તથા અન્ય માળખાકીય સુવિધાઓને કારણે રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજી સહાયથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકારી સ્કૂલનું શિક્ષણનું સ્તર સુધારવાની દિશામાં સરકાર એવું કામ કરી રહી છે કે, ખાનગી શાળાઓ છોડીને વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં જઈ રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં 3.27 લાખ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં દાખલ થયા છે.

એક અહેવાલ જણાવે છે કે, અમદાવાદમાં તો ખૂદ ભાજપ અને કોંગ્રેસનાં વિધાનસભ્યોએ સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે અનેક વિદ્યાર્થીઓનાં ભલામણ પત્રો લખ્યા છે. એમના મત વિસ્તારોમાંથી હાલ ભલામણોનો ઢગલો થયો છે. જેના કારણે અત્યારે અમદાવાદ મનપા સંચાલિત શાળાઓમાં અલગ- અલગ વર્ગો માટે એડમિશનનું વેઈટીંગ લીસ્ટ બનાવવું પડ્યું છે. ખાનગી શાળાઓ છોડનાર વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા 2021-22માં જોવા મળી છે. રાજ્ય સરકારે ખાસ અહેવાલમાં દર્શાવ્યું છે કે, વિજ્ઞાનની 21મી સદીને ધ્યાનમાં રાખીને સરકારી શાળાઓમાં ખાસ પ્રિ-એજ્યુકેશન કીટ, 3-ડી શિક્ષણ ચાર્ટ, વિજ્ઞાન અને ગણિતની લેબોરેટરી, ફ્યુચર ક્લાસરૂમ, મલ્ટી પ્લેસ્ટેશન, સ્પોર્ટ્સ કીટ, લાઈબ્રેરી, ડીજીટલ પ્લેનેટેરીયમ જેવી આધુનિક સુવિધાઓ સાથે સરકારી શાળાઓમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

Read About Weather here

સરકારની આવી નીતિઓને કારણે વાલીઓ બાળકોને સરકારી શાળાઓમાં મોકલતા થઇ ગયા છે. ખૂબ કાબેલ શિક્ષકો અને માળખાકીય સુવિધાઓના લાભને કારણે સરકારી શાળાઓમાં ખાનગીથી પણ બહેતર શિક્ષણ મળી રહ્યું છે. વાલીઓની અપેક્ષાઓ પૂરી કરવા માટે તમામ સરકારી શાળાઓને સજ્જ બનાવવામાં આવી રહી છે. શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો હોવાથી જ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે તેમ અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગથી ખાસ કરીને વિજ્ઞાન અને ગણિતનાં ઉપયોગથી ખાસ વૈધશાળા અને ફોલ્સ સીલીંગને કારણે આજે સરકારી શાળાઓ શિક્ષણની ગુણવત્તામાં ખાનગી શાળાઓને ટક્કર આપતી થઇ ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here