આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે તૈયારીનો ધમધમાટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ થયેલી કે.ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે આગામી તા.28મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર હોવાથી સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમથી લઈને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે એટલે ઉચ્ચ અધિકારીઓએ મિટિંગો પણ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જસદણના આટકોટમાં પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કાશીબા દામજીભાઈ પરવાડીયા હોસ્પિટલ આગામી તા.28 મે ના રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુલ્લું મૂકવાના છે ત્યારે મંગળવારે રાજકોટ જિલ્લા કલેકટર, ડીડીઓ અને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સભાસ્થળ હેલિપેડની મુલાકાત લઈ આ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ બોઘરા સાથે ચર્ચા વિચારણા કરી હતી.

વડાપ્રધાનની આટકોટ મુલાકાતને લઈ હાલ તંત્ર પણ હરકતમાં આવેલું છે અને સૌરાષ્ટ્રના ભાજપના તમામ કાર્યકરો હોદ્દેદારો પણ અતિ ઉત્સાહમાં છે. આ અંગે જસદણના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આટકોટમાં પટેલ સેવા સંચાલિત હોસ્પિટલ જે નિર્માણ પામી છે. જેનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છઅ

ે તે સૌરાષ્ટ્રમાં અગ્ર હરોળનું બેનમૂન બનશે.

Read About Weather here

એમાં કોઈ શંકાને સ્થાન જ નથી આ હોસ્પિટલ થકી ગરીબ દર્દીઓને ભારે રાહત મળશે એવું આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવતાં તે પણ અભિનંદનને પાત્ર છે. વધુમાં કોઈપણ સમાજનાં કાર્યમાં મદદરૂપ બનતાં ડો. ભરતભાઈ બોઘરા હાલમાં રાત દિવસ ઉજાગરા વેઠીને પણ આ હોસ્પિટલમાં દાખલ થયાં હોય એવાં દર્દીઓને આર્થિક ફાયદો થાય અને સમયસર પુરતી સારવાર મળે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે તે માટે હજજારો દર્દીઓની દુઆ પ્રાર્થના તેમને ફળશે. હાલ વડાપ્રધાનની મુલાકાતને લઈ તંત્ર જોરશોરથી કામે લાગી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here